૫૦ વર્ષે પણ કેમ પરણી નથી? અમિષા પટેલે ખુલાસો કર્યો

મુંબઈ, બોલિવૂડમાં રિતિક રોશન સાથે ‘કહો ના પ્યાર હે’ જેવી સુપર હિટ ફિલ્મથી ડેબ્યુ કરનારી અને ‘ગદ્દર’ જેવી સફળ ફિલ્મથી જાણીતી થઈ ગયેલી અમિષા પટેલ આજે ૫૦ વર્ષની ઉંમરે પણ પરણી નથી.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના આ નિર્ણય અંગે ખુલાસો કર્યાે છે. તેણે કહ્યું કે તેને એક્ટિંગ મુકી દેવા કહેવાયું હતું, તેથી તેણે લગ્નની ના પાડી દીધી હતી.
તેણે કહ્યું કે તેને આજે પણ તેનાથી અડધી ઉમરના છોકરાઓની લગ્ન માટેની વાતો આવે છે.તાજેતરમાં અમિષા પટેલ એક યૂટ્યુબ પોડકાસ્ટમાં હાજર રહી હતી, તેણે જણાવ્યું, “જે લોકો તમને પ્રેમ કરે છે, તે તમને કારકિર્દીમાં આગળ વધવા દેશે. મેં મારા કૅરિઅર માટે ઘણું ગુમાવ્યું છે, સામે મેં પ્રેમ માટે પણ ઘણું ગુમાવ્યું છે.
ઉદાહરણ તરીકે, હું એક સિરીયસ રિલેશનશિપમાં હતી, એ હું ફિલ્મમાં જોડાઈ તે પહેલા હતી. એ પણ મારી જેમ સાઉથ બોમ્બેના એક મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પરિવારમાંથી આવતો હતો. અમારું બંનેનું બેકગ્રાઉન્ડ અને શિક્ષણ બધું જ સરખું હતું.
બંનેના પરિવારો પણ સરખાં હતાં. બધાં જ ચોકઠાંમાં બંધ બેસે એવો સંબંધ હતો, પરંતુ મેં જ્યારે ફિલ્મમાં જવાનો નિર્ણય લીધો તો, મારા પાર્ટનરની ઇચ્છા નહોતી કે તેની વ્યક્તિ જાહેરમાં લોકોના ધ્યાનમાં આવે અને આ રીતે મેં પ્રેમથી ઉપર કેરિઅરની પસંદગી કરી.”
અમિષા લગ્ન સંસ્થામાં વિશ્વાસ ધરાવે છે કે નહીં, તે અંગે તેણે કહ્યું, “હું લગ્ન કરવા તૈયાર જ છું, જો કોઈ એટલું મહત્વનું મળે તો. જો ઇચ્છા હોય તો બધું જ થઈ શકે. જો કોઈ વ્યક્તિને હું દરેક પરિસ્થિતિ માટે યોગ્ય લાગું તો મૌકે પે ચૌકા માર લેંગે. મને હજુ પણ ઘણા સમૃદ્ધ પિરવારોમાંથી સારી પ્રપોઝલ આવે છે. મારાથી અડધી ઉમરના લોકો મને ડેટ પર લઇ જવા તૈયાર છે.
મને પણ તેમાં કોઈ વાંધો નથી કારણ કે વ્યક્તિ મનથી મેચ્યોર હોવો જોઈએ. હું એવા પણ ઘણા લોકોને મળી છું, જે મારાથી ઘણા મોટા હોય તો પણ માખી જેવું નાનું મગજ હોય.”જો અમિષાની ફિલ્મની વાત કરવામાં આવે તો તે છેલ્લે સની દેઓલ સાથે ગદ્દર ૨માં જોવા મળી હતી.
ત્યાર પછી તેનો બેગ માટેનો પ્રેમ દર્સાવતો ફરાહ ખાનનો વ્લોગ ઘણો વાયરલ થયો હતો. જોકે, તેણે પોતાની આગામી ફિલ્મ માટે હજુ કોઈ જાહેરાત કરી નથી.SS1MS