‘પરિવારે મને દૃષ્ટિકોણ, શાંતિ, અને તાકાત આપી’: કેટરિના કૈફ

મુંબઈ, કેટરિનાની ગણતરી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરાવી શકતી એક્ટ્રેસમાં થાય છે. તેણે છેલ્લા બે દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તેણે મૌન રહીને ભારતીય સુંદરતા અને આન્ત્રપ્રિન્યોરશિપને એક નવી પરિભાષા આપી છે.
દેશમાં અનેક સેલેબ્રિટીની પોતાની બ્યુટી બ્રાન્ડ છે, તેમાં કેટરિનાની કે બ્યુટીએ ઇન્ડસ્ટ્રીના લોકો અને દેશની સામાન્ય જનતા વચ્ચે પોતાનું એક વિશ્વાસપાત્ર નામ બનાવ્યું છે. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં બોલિવૂડ અને બ્યુટી ઇન્ડસ્ટ્રી વિશે ખુલીને વાત કરી છે.
કૅમેરા સામે કામ કરતાં એક બ્યુટી બ્રાન્ડ શરૂ કરવાની સફર વિશે કેટરિનાએ કહ્યું, “કેમેરા સામે આટલાં વર્ષ રહેવાથી મને મેક અપ વિશે ઘણી ઊંડી સમજ મળી ગઈ હતી. પરંતુ આન્ત્રપ્રિન્યોર બનવા માટે અલગ માઇન્ડસેટની જરૂર છે.
એક કલાકાર તરીકે તમારું ધ્યાન શોટમાં એક્ટિંગ કરવા પર કેન્દ્રિત હોય છે. જ્યારે કે બ્યુટી માટે લાંબા ગાળાના વિઝનની જરૂર હતી, જે સમયની કસોટી પર ખરી ઉતરી શકે એવી પ્રોડક્ટ્સ આપી શકે અને બ્રાન્ડની આસપાસ એક અલગ દુનિયા બનાવી શકે. મેં હંમેશા મારાથી પણ કશુંક મોટું બનાવવાની કોશિશ કરી છે.
એક એવી બ્રાન્ડ બનાવવાની કોશિશ કરી છે, જે દરેકને તેમની પોતાની લાગે.”આ બ્રાન્ડ પાછળના અભ્યાસ અંગે કેટરિનાએ કહ્યું, “હું નસીબદાર હતી કે મને દુનિયાના સૌથી ટેલેન્ટેડ હેર અને મેક અપ આર્ટીસ્ટ સાથે કામ કરવાની તક મળી હતી. તેમની સાથે કામ કરીને મારી સુંદરતાને જોવાની એક દૃષ્ટિ વિકસી.
હું એમની ટેકનિક્સ જોતી અને સમજતી અને સમય જતાં હું મારી જાતે મારો મેક અપ કરતી થઈ. હું ફિલ્મ અને સ્ટેજ શો માટે પણ જાતે મેક અપ કરતી. આ અનુભવે મને મેક અપની ફોર્મ્યુલા સમજતા શીખવ્યું.
આ બ્રાન્ડના માર્કેટમાં ઓથેન્ટિક રહેવું જરૂરી છે. જો તમારી વસ્તુઓ અને તમારી વાત લોકોને સાચા લાગશે તો જ લોકો તેની સાથે જોડાશે.
”જ્યારે એક્ટિંગ અને બિઝનેસ વચ્ચે તાલમેલ જાળવવામાં પરિવારના સહકાર અંગે કેટરિનાએ જણાવ્યું કે, “મારો પરિવાર હંમેશા મારા માટે માર્ગદર્શક રહ્યો છે. એમણે મને એક અલગ દૃષ્ટિકોણ, શાંતિ, અને તાકાત આપી છે, જેથી હું મુશ્કેલ સમયમાં પણ આગળ વધતી રહું છું. હું નિષ્ફળતાને પાઠની જેમ જોઉં છું.
તમે તમારી ભુલોમાંથી શીખો છો, તમે આગળ વધો છો અને તમારી જાતને અટકવા દેતા નથી.”જ્યારે સુંદરતા અને કોસ્મેટિક્સ અંગે બદલાઈ રહેલા ગ્રાહકોના દૃષ્ટિકોણ અંગે કેટરિનાએ જણાવ્યું, “સૌથી મોટો ફરક એ આવ્યો છે કે હવે સુંદરતા એ ચોક્કસ ધારાધોરણો કે નિયમો અનુસરવાને બદલે પોતાના વ્યક્તિત્વની ઉજવણી બની રહી છે.
ખાસ કરીને સાઉથ એશિયન ગ્રાહકોમાં તહેવારોની અને રંગો પર સિનેમાની સૌથી મોટી અસર છે. ત્યારે એક તરફ લોકોને તેમનો વારસો અને સંસ્કૃતિ ઉજવવાની સાથે સેલેબ્રિટી ઉપયોગ કરતા હોય એવા છતાં ઉપયોગમાં સરળ હોય એવી પ્રોડક્ટ્સ પણ જોઈતી હોય છે. તેથી બ્યુટી ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય એ સંતુલનમાં જ છે – આધારભુત છતાં વ્યક્તિની અભિવ્યક્તિ થઈ શકે તેવું, સંસ્કૃતિમાં મૂળ હોય એવું છતાં આધુનિક.”SS1MS