Western Times News

Gujarati News

બનાસકાંઠાના મુક્તેશ્વર જળાશયની મુલાકાત લઈને રાજ્યપાલે નિરીક્ષણ કર્યું

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલ મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે અધિકારીશ્રીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતાસિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુક્તેશ્વર જળાશય એ વડગામ તાલુકાની સૌથી મોટી જળાશય યોજના છે. આ જળાશય યોજના થકી બનાસકાંઠા અને મહેસાણા તાલુકાના ૩૧ થી વધુ ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે છે. સરસ્વતી નદી પર આવેલું આ જળાશય ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાતા સંપૂર્ણ વરસાદી પાણીથી ભરાયું છે.

આ પ્રસંગે પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરજિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલજિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેજિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બેમહેસાણાના જિલ્લા કલેકટરશ્રી એસ. કે. પ્રજાપતિજિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકીનિવાસી અધિક કલેક્ટરશ્રી જશવંત કે. જેગોડા સહિત ડેમના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.