Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રને સંબોધનઃ સાંભળો શું કહ્યુ PM એ ભારતની જનતાને

File

આજથી જીએસટી બચત ઉત્સવનો પ્રારંભ -વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાષ્ટ્રને સંબોધન આપ્યું. તેઓએ ન્યૂ જનરેશન જીએસટી રિફોર્મ પર દેશને સંબોધિત કર્યો. તેઓએ કહ્યું કે, કાલથી દેશમાં જીએસટી બચત ઉત્સવની શરૂઆત થવા જઈ રહી છે. પીએમ મોદીએ દેશવાસીઓને શરૂ થનાર નવરાત્રિની શુભકામનાઓ આપીને સંબોધનની શરૂઆત કરી. કાલથી દેશભારમાં જીએસટીના નવા દરો લાગૂ થવા જઈ રહ્યાં છે, જેણે વડાપ્રધાને જીએસટી બચત ઉત્સવ ગણાવ્યો.

આ ઉપરાંત તેમણે જીએસટી ૨.૦ને લઈને વિગતાવાર વાત કરી. જેમા તેમણે કહ્યું કે નવા જીએસટી સ્લેબને કારણે દેશના દરેક પરિવારની ખુશીઓ વધવાની છે. સાથે જ કહ્યું કે આ રિફોર્મ ભારતની ગ્રોથ સ્ટોરીને આગળ વધારશે અને રોકાણને સરળ બનાવશે અને દરેક રાજ્યને વિકાસની દોડમાં મદદ મળશે.

પીએમ મોદીએ કહ્યું, ૨૦૧૭માં જ્યારે ભારતે જીએસટી લાવ્યું ત્યારે એક નવો ઈતિહાસ બન્યો હતો. દાયકાઓથી દેશના નાગરીકો અલગ અલગ ટેક્સને લઈને ગૂંચવણમાં હતા. આપણા દેશમાં ઘણા બધા પ્રકારના ટેક્સ એ સમયે હતા. દરેક જગ્યાએ ટેક્સના અલગ અલગ નિયમો હતા.

ય્જી્‌ લાગુ થવા પહેલા લાખો કંપનીઓ અને દેશના કરોડો લોકોને વિવિધ કરોના જટિલ જાળથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એક શહેરથી બીજા શહેરમાં માલ મોકલવાની કિંમતમાં જે વધારો થતો હતો, તેનો બોજ અંતે ગરીબોને ઉઠાવવો પડતો હતો અને આ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો હતો. દેશને આ સ્થિતિમાંથી બહાર કાઢવું અત્યંત જરૂરી હતું. તેથી જ્યારે તમે અમને વર્ષ ૨૦૧૪માં સેવા કરવાનો મોકો આપ્યો, ત્યારે અમે જનહિત અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને ય્જી્‌ને અમારી પ્રાથમિકતા બનાવી. અમે દરેક હિતધારક સાથે સંવાદ કર્યો અને રાજ્યોને પણ આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવ્યા. સૌને સાથે રાખીને જ આઝાદ ભારતમાં આટલો વ્યાપક કર સુધારો શક્્ય બની શક્્યો.

નવા જીએસટી રિફોર્મને લઈને તેમણે કહ્યું રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સસ્તી થવાની છે. જેમા ખાવા પિવાની વસ્તુઓ અને દવાઓ જેવી કેટલીય વસ્તુઓ ટેક્સ ફ્રી થશે ક્્યાંતો તેના પર ૫ ટકા ટેક્સ આપવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે વસ્તુઓ પર પહેલા ૧૨ ટકા ટેક્સ લાગતો હતો તે વસ્તુઓ હવે ૫ ટકાના ટેક્સના દાયરામાં આવી ગઈ છે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં એવું પણ કહ્યું આ વર્ષે સરકારે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને ઈન્કમ ટેક્સમાં રાહત આપી હતી. સાથે જ આ જીએસટી રિફોર્મને કારણે પણ દેશના દરેક નાગરીકોને ફાયદો થવાનો છે. પહેલાની સરખામણીએ વાહનોમાં ખર્ચો થવાનો છે તેને લઈને ઉલ્લેખ કર્યો સાથે જ હરવા ફરવા જતા લોકોને પણ જણાવ્યું કે હોટલ રૂમના જીએસટીને પણ ઓછો કરી દેવામાં આવ્યો છે. જેથી ફરવા જવું પણ હવે સરળ રહેશે.

પીએમ મોદીએ કહ્યું, અમારી રોજિંદી જિંદગીમાં ઘણી બધી વિદેશી વસ્તુઓ જોડાઈ ગઈ છે, અમને આમાંથી મુક્તિ મેળવવી પડશે. આપણે તે જ વસ્તુઓ ખરીદવી જોઈએ જે સ્વદેશી છે. જે મેડ ઇન ઇન્ડિયા છે. જેને બનાવવામાં આપણા પોતાના લોકોની મહેનત લાગેલી છે. દરેક દુકાનને સ્વદેશીથી સજાવવી છે. ગર્વથી કહો કે આ સ્વદેશી છે, ગર્વથી કહો કે હું સ્વદેશી છું. આ દરેક ભારતીયનો મિજાજ બનવો જોઈએ. જ્યારે આ થશે, ત્યારે જ ભારત ઝડપથી વિકસિત બનશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આપણે નાગરિક દેવો ભવના મંત્ર પર ચાલતા આગળ વધી રહ્યા છીએ અને તેનો પ્રભાવ આપણને આગામી પેઢીના ય્જી્‌ સુધારાઓમાં પણ દેખાઈ રહ્યો છે. જો આપણે આવકવેરામાં આપવામાં આવેલી છૂટ અને ય્જી્‌માં આપવામાં આવેલી છૂટને જોડીએ, તો માત્ર એક વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયોથી દેશની જનતાને ૨.૫ લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થશે. અને આ જ કારણ છે કે હું કહું છું, આ એક બચત મહોત્સવ છે.”

દેશની વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યના સપનાઓને ધ્યાનમાં રાખીને ય્જી્‌માં નવા સુધારા લાગુ કરવામાં આવી રહ્યા છે. નવા સ્વરૂપમાં હવે માત્ર ૫ ટકા અને ૧૮ ટકા જ કર સ્લેબ રહેશે. આનો અર્થ એ છે કે રોજબરોજ ઉપયોગમાં આવતી મોટાભાગની વસ્તુઓ હવે વધુ સસ્તી થઈ જશે. ખાદ્ય પદાર્થો, દવાઓ, સાબુ, આરોગ્ય સેવાઓ, જીવન વીમા જેવી અનેક વસ્તુઓ અને સેવાઓ પર હવે કર નહીં લાગશે અથવા તો માત્ર ૫ ટકા જ કર લાગશે. જે વસ્તુઓ પર પહેલા ૧૨ ટકા કર લાગતો હતો, તેમાંના ૯૯ ટકા વસ્તુઓ હવે ૫ ટકા કરના દાયરા હેઠળ આવી ગઈ છે.

પીએમ મોદીએ કહ્યું, રિફોર્મ એક નિરંતર પ્રકિયા છે. સમય અને જરૂરિયાત બદલાતી રહે છે. એટલા માટે દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને જોતા નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ લાગી કરવામાં આવી રહ્યું છે. આ ફેરફાર તમામ માટે રાહત અને તકો લઈને આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.