Western Times News

Gujarati News

અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

યાત્રાધામ ચોટીલા ચામુંડા ધામ ચોટીલા ખાતે ડુંગર ખાતે સવારે શુભ મૂહતનાં કળશ ઝવેરા ઘટ સ્થાપન કરાશે

અંબાજી,  આવતીકાલે ૨૨ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ચોટાલી મંદિર દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ એકમને સોમવાર તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫નારોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

અંબાજી મંદિરમાં આરતી સવારે ૦૭ઃ૩૦થી ૦૮ઃ૦૦, દર્શન સવારે ૦૮ઃ૦૦ થી ૧૧ઃ૩૦ રાજભોગ ૧૨ કલાકે, દર્શન બપોર ૧૨ઃ૩૦થી ૧૬ઃ૧૫, આરતી સાંજે ૧૮ઃ૩૦થી ૧૯ઃ૦૦, દર્શન સાંજે ૧૯ઃ૦૦ થી ૨૧ઃ૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે. તેમજ નવરાત્રિમાં ઘટ સ્થાપન આસો સુદ-૧ સોમવારને તા.૨૨-૦૯-૨૦૨૫ સમય સવારે ૦૯ઃ૦૦થી ૧૦ઃ૩૦ કલાકે, દુર્ગાષ્ટમી આસો સુદ-૮ મંગળવારને તા. ૩૦-૦૯-૨૦૨૫, આરતી સવારે ૬-૦૦ કલાકે થશે.

ઉત્થાપન આસો સુદ-૮ મંગળવારને તા.૩૦-કલાકે, વિજયાદશમી આસો સુદ-૧૦ ગુરૂવારને તા.૦૨-૧૦-૨૦૨૫ સાંજે ૫ઃ૦૦ કલાકે, દુધ પૌઆનો ભોગ (પુનમ) તા.૦૬-૦૯-૨૦૨૫ સોમવારના રોજ રાત્રે ૧૨ઃ૦૦ કલાકે, કપુર આરતી આસો સુદ-૧૫(પુનમ) મંગળવાર તા.૦૭-૧૦-૨૦૨૫, આરતી સવારે ૬-૦૦ કલાકે રહેશે. તા.૦૮-૧૦-૨૦૨૫ના રોજથી આરતી-દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

યાત્રાધામ ચોટીલા ચામુંડા ધામ ચોટીલા ખાતે ડુંગર ખાતે આવેલ ચામુંડા માતાજીના નીજ મંદિર ખાતે શારદીય નવરાત્રિ ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી નવ દિવસનો નવરાત્રી ઉત્સવ ઉજવાશે. પ્રથમ નોરતાની સવારે શુભ મૂહતનાં કળશ ઝવેરા ઘટ સ્થાપન કરાશે. તેમજ આઠમની સવારે શુભ મૂર્હૂતનાં હવન અષ્ટમી પણ યોજાશે. તેમજ ચાચર ચોકમાં ગરબાના તાલે ભાવિકો ગૂમી ઉઠશે.

નોરતા અને ૩૦ સપ્ટેમ્બરને મંગળવારના આઠમા નોરતાની સવારની આરતીનો સમય ૪ઃ૦૦ વાગ્યાના રહેશે. નવરાત્રીના બાકીના સાત દિવસ સવારની આરતીનો સમય ૫ઃ૦૦ વાગ્યાનો રહેશે. વહેલી પરોઢનાં માતાજીનાં ડુંગર પગથીયાનાં દ્વાર આરતીના સમયથી ૩૦ મિનિટ પહેલા માઈભક્તો માટે ખુલશે. તેમજ દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.