Western Times News

Gujarati News

મોટા ભ્રષ્ટાચારના કૌભાંડો ખુલતા આ દેશમાં લોકો રસ્તા પર ઉતર્યા

આ વિરોધ પ્રદર્શન એક મોટા ભ્રષ્ટાચાર કૌભાંડ સામે હતા-નેપાળ બાદ હવે ફિલિપાઇન્સમાં પણ સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શન

ફિલિપાઇન્સ,  નેપાળ બાદ હવે ફિલિપાઇન્સમાં પણ સરકાર સામે લોકોમાં જબરદસ્ત આક્રોશ ફેલાયો છે. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રવિવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં હજારો પ્રદર્શનકારીઓએ રસ્તા પર ઉતરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. પ્રદર્શનકારીઓની ભીડ એટલી મોટી હતી કે, પોલીસને તેમને કાબૂમાં કરવી મુશ્કેલ બન્યું.

the entire philippines is marching against the corruption and abuse of power in our country right now. we will continue to raise our voices and demand accountability.

ફિલિપાઇન્સમાં આ વિરોધ પ્રદર્શન એક મોટા ભ્રષ્ટાચાર કૌભાંડ સામે હતા, જેમાં સાંસદો, સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પર આરોપ છે કે, તેમણે પૂર-નિયંત્રણ પ્રોજેક્ટ્‌સમાંથી મોટી લાંચ લીધી અને ગરીબ-આપત્તિગ્રસ્ત દેશમાં સરકારી ધન લૂટાવ્યું છે. કોઈપણ પ્રકારની હિંસા અટકાવવા માટે પોલીસ અને સૈન્યને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મનીલામાં એક ઐતિહાસિક પાર્ક અને રાજધાની ક્ષેત્રના મુખ્ય ઈડ્ઢજીછ હાઇવે પર ડેમોક્રેસી સ્મારક નજીક અલગ-અલગ પ્રદર્શનોની સુરક્ષા માટે હજારો પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા.

ફિલિપાઇન્સમાં થયેલા મોટા પાયે વિરોધ પ્રદર્શનો અને હિંસાને ધ્યાનમાં રાખીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયન દૂતાવાસોએ તેમના નાગરિકોને પ્રદર્શનોથી દૂર રહેવાની સલાહ આપી છે. પ્રદર્શનકારીઓએ ફિલિપાઇન્સના ધ્વજ લહેરાવ્યા હતા અને એક મોટું બેનર પ્રદર્શિત કર્યું હતું જેમાં લખ્યું હતું કે, “હવે નહીં, બસ થઈ ગયું, તેમને જેલમાં મોકલો.” વિદ્યાર્થી નેતા અÂલ્થયા ટ્રિનિડાડે કહ્યું કે, “મને દુઃખ થાય છે કે આપણે ગરીબીમાં જીવીએ છીએ, આપણા ઘરો અને ભવિષ્ય બરબાદ થઈ ગયા છે, જ્યારે આ લોકો આપણા ટેક્સના રૂપિયાથી આલીશાન કાર, વિદેશ યાત્રાઓ અને મોટા વ્યવસાયિક સોદાઓ માટે કરે છે.”

લોકોનો આરોપ છે કે, ફિલિપાઇન્સના પૂર પ્રોજેક્ટ્‌સમાં મોટું કૌભાંડ થયું છે. તે બુલાકન પ્રાંતની છે, જે પૂરગ્રસ્ત વિસ્તાર છે જ્યાં પૂર નિયંત્રણ પ્રોજેક્ટ્‌સને હલકી ગુણવત્તાવાળા અથવા ખરેખર ક્્યારેય બનાવવામાં આવ્યા નથી તેવું વર્ણવવામાં આવ્યું છે. કેથોલિક બિશપ કોન્ફરન્સના વડા કાર્ડિનલ પાબ્લો વર્જિલિયો ડેવિડે કહ્યું કે, “અમારું લક્ષ્ય અસ્થિરતા નથી, પરંતુ લોકશાહીને મજબૂત બનાવવાનું છે.

“કેથોલિક બિશપ કોન્ફરન્સના વડા કાર્ડિનલ પાબ્લો વર્જિલિયો ડેવિડે લોકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવા અને જવાબદારીની માંગ કરવાની અપીલ કરી. આયોજકોએ કહ્યું કે, તેમનું ધ્યાન ભ્રષ્ટ લોક નિર્માણ અધિકારીઓ, સાંસદો અને નિર્માણ કંપનીના માલિકોને ખુલ્લા પાડવા પર છે. તેઓ રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કોસ જુનિયરના રાજીનામાની માંગ કરી રહ્યા ન હતા.

રાષ્ટ્રપતિ માર્કોસ જુનિયરે જુલાઈમાં તેમના રાષ્ટ્ર સંબોધનમાં આ પૂર નિયંત્રણ પ્રોજેક્ટ્‌સમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમણે એક સ્વતંત્ર તપાસ પંચની નિમણૂક કરી, જેણે ૯,૮૫૫ પ્રોજેક્ટ્‌સની તપાસ શરૂ કરી, જેની કિંમત ૫૪૫ અરબ રૂપિયા (લગભગ ૯.૫ અરબ ડોલર) જણાવવામાં આવી હતી. તેમણે ભ્રષ્ટાચારને “ભયાનક” ગણાવ્યો અને લોક નિર્માણ સચિવ રાજીનામું સ્વીકાર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.