રાજકોટમાં પ્રથમ વખત બેંકની સાધારણ સભા સ્વરૂપે સહકાર સંમેલન યોજાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સુરત ખાતેનાં સી. આર. પાટીલના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી સોમવારે રાજકોટ જશે
રાજકોટ, સૌરાષ્ટ્રની અગ્રણી રાજકોટ જિલ્લા સહકારી બેંક તેમજ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને અન્ય પાંચ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા સોમવારે બપોરે ૧:૩૦ વાગ્યાથી રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલ છે જેમાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આવી રહ્યા છે.
જિલ્લા બેંકના ચેરમેન ધારાસભ્ય શ્રી જયેશ રાદડિયા ની આગેવાનીમાં ખેડૂત શક્તિ પ્રદર્શન યોજાયેલ છે સભાને સંબોધન પૂર્વે અમિતભાઈના હસ્તે જિલ્લા બેંક ભવન ખાતે બેંકના બે પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાનું એનાવરણ કરવામાં આવશે. ગળહ મંત્રીની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જિલ્લા સહકારી બેંક દ્વારા દર વર્ષે જામકંડોળામાં વાર્ષિક સાધારણ સભા યોજાતી હોય છે આ વખતે પ્રથમ વખત વિરાટ સ્વરૂપે રાજકોટમાં સાધારણ સભાયા જાય છે જેમાં બેંક દ્વારા ખેડૂતો માટે ડિવિડન્ડ સહિત કોઈ મોટી જાહેરાત કરવામાં આવે તેવા સંકેત છે. કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવીયા રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત સાંસદો ધારાસભ્યો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અતિથિ વિશેષ તરીકે છે.
અમિતભાઈની હાજરીમાં રાજકોટમાં પ્રથમ વખત બેંકની સાધારણ સભા સ્વરૂપે સહકાર સંમેલન મળી રહ્યું છે. આજથી જ જીએસટી સુધારણા નો અમલ થયો છે રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તરણ નજીકના ભવિષ્યમાં થવાનો વરતારો છે તેવા સમયે જ જયેશ રાદડિયા ના નેતળત્વમાં યોજાયેલા કાર્યક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જે સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાયેલ છે તેમાં રાજકોટ જિલ્લા બેંક, જિલ્લા ડેરી, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા સહકારી સંઘ, જિલ્લા કોટન માર્કેટ યુનિયન, જિલ્લા પ્રકાશ અને મુદ્રા લિ. જિલ્લા બેંક કર્મચારી મંડળી વગેરેનો સમાવેશ થાય છે.