નવરાત્રિના આરંભે શક્તિપીઠ પાવાગઢમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો

ગોધરા, સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના આગલા દિવસે ભાદરવી અમાસના રોજ દોઢ લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજી ના દર્શનાર્થે ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.
રવિવાર ના રોજ આસો નવરાત્રિના આગલા દિવસે માતાજીના દર્શનાર્થે શનિવારની મધ્યરાત્રીથી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જોડતા તમામ માર્ગાે પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો.
ચારે કોર પગપાળા યાત્રાળુઓ ના કારણે જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા. મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા ભક્તો જોવા મળ્યા હતા.
જ્યારે વહેલી સવારે ૪.૩૦ કલાકે માતાજીના મંદિર ના નિજદ્વાર ખુલ્લા મુક્તા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. અને માતાજીના ચરણમાં શીશ નમાવી ધન્ય બન્યા હતા.સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે ગત મધ્યરાત્રી બાદ ડુંગર પર કુદરતી આફતના વાદળો મંડાયા હતા.
જોત જોતામાં ડુંગર પર ભારે વીજળીના કડાકા ને ભડાકા તેમજ ભારે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકતા યાત્રાળુઓ ભયભીત થઈ ઉઠ્યા હતા. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા દુધિયા તળાવ ની ઉપર આવેલ શક્તિ દ્વાર પાસે મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નક્ષેત્ર તેમજ વિશ્રામ ગૃહ માં ભક્તોને કુદરતી આફત થી બચવા આશ્રય આપવામાં આવ્યો હતો.SS1MS