Western Times News

Gujarati News

ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦% ઘટી

અમદાવાદ, ગુજરાતમાંથી દર વર્ષે અમેરિકા, કેનેડા, યુકે, જર્મની અને ઓસ્ટ્રેલિયા સહિતના દિવસોમાં ઉચ્ચ અભ્યાસ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જતા હોય છે. ત્યારે અમેરિકા સહિતના દેશોમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસ બાદ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓએ જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હોય, ત્યાં માર્કશીટ તેમજ ડિગ્રી વેરિફિકેશન માટે તથા ટ્રાન્સક્રિપ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષના અરજીઓના આંકડા જોઈએ તો વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

આંકડા મુજબ એપ્રિલ ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ સુધીમાં કુલ ૧૪,૮૬૪ વિદ્યાર્થીઓએ વેરીફીકેશન અને ટ્રાન્સક્રિપ માટે અરજી કરી હતી. જ્યારે એપ્રિલ ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ સુધીમાં કુલ ૧૮૨૩૭ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેની સામે એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ સુધીના એક વર્ષમાં ૧૧૦૭૧ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. આમ ૨૦૨૩-૨૪ના ઘટાડો નોંધાયો છે.

મહત્ત્વનું છે કે છેલ્લા ૨-૩ ત્રણ વર્ષમાં અમેરિકા અને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા નિયમો સહિતના અનેક નિયમો વર્ષની સામે ૨૦૨૪-૨૫માં ૪૦% જેટલો બદલાયા છે અને કેટલેક અંશે કડક પણ થયા છે, જેની અસર વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં જોવા મળે છે.

આ આંકડા તો માત્ર રાજ્યની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટીના છે, પરંતુ જીટીયુ તેમ જ અન્ય સરકારી સ્ટેટ યુનિવર્સિટીના માર્કશીટ અને ડિગ્રી વેરિફિકેશનના આંકડા જોઈએ તો વધુ ચિત્ર સ્પષ્ટ થઈ શકે.

જ્યારે એપ્રિલ ૨૦૨૫થી ઓગસ્ટ ૨૦૨૫ના પાંચ મહિનાના ગુજરાત યુનિવર્સિટીના વેરિફિકેશનના આંકડા જોઈએ તો ૪૦૬૬ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.