Western Times News

Gujarati News

‘સારી સ્ક્રિપ્ટ મળશે પછી જ ફિલ્મ બનાવીશ: પ્રિયદર્શન

મુંબઈ, બોલિવૂડમાં કેટલીક ફિલ્મો એવી છે જે, વર્ષ ૨૦૦૦ માં આવેલી હેરાફેરી જેવી કલ્ટ ક્લાસિક બની હતી. આ ફિલ્મને પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. તેમજ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ અભિનય કરે છે. આ ફિલ્મ ત્રણ મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિઓની જોરદાર સ્ટોરી છે, જે આકસ્મિક રીતે ખંડણીના કોલમાં ફસાઈ જાય છે.

છેલ્લા વીસ વર્ષાેમાં, મીમ્સ, આઇકોનિક સંવાદો અને વારંવાર ટીવી શોએ આ ફિલ્મને લોકપ્રિય બનાવી રાખી છે. હવે, હેરા ફેરી ૩ની ચર્ચાએ ફરી એકવાર ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન દિગ્દર્શક પ્રિયદર્શને આ પ્રિય ફ્રેન્ચાઇઝની સિક્વલ બનાવવા અંગ તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, જો સ્ટોરી પહેલી ફિલ્મ જેટલી જ મજબૂત અને મનોરંજક હશે તો જ તેઓ આગળ વધશે.તેમણે કહ્યું કે, સાચો પડકાર પાત્રોને ફરીથી શોધવાનો નથી, પરંતુ એવી સ્ટોરી શોધવાનો છે, જે અધિકૃત લાગે અને એટલી જ મનોરંજક હોય.

તેમનું કહેવું છે કે, ‘જ્યાં સુધી મને ફિલ્મ માટે યોગ્ય સ્ટોરી નહીં મળે ત્યાં સુધી હું ત્રીજો ભાગ બનાવવાની કોશિશ નહીં કરું. જો સ્ક્રિપ્ટ મારા વિચાર પ્રમાણે સારી નહીં હોય, તો હું આ ફિલ્મ નહીં બનાવું. હું મારી કારકિર્દીના એવા તબક્કે પહોંચી ગયો છું, જ્યાં હું મોટી ભૂલ કરીને નીચે પડવા નથી માંગતો.’હેરાફેરી ફ્રેન્ચાઇઝનો ઇતિહાસ પણ રસપ્રદ છે.

મલયાલમ ફિલ્મ રામજી રાવ સ્પીકિંગ (૧૯૮૯) થી પ્રેરિત પહેલી ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી અને ભારતની સૌથી વધુ કમાણી કરનારી કોમેડી ફિલ્મોમાંની એક બની હતી. તેની સિક્વલ, ફિર હેરાફેરી (૨૦૦૬) નું દિગ્દર્શન સ્વર્ગસ્થ નીરજ વોરા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં રાજુ (અક્ષય કુમાર), શ્યામ (સુનીલ શેટ્ટી) અને બાબુરાવ ગણપતરાવ આપ્ટે (પરેશ રાવલ) અભિનય કર્યાે હતો.

હવે હેરાફેરી ૩ અંગેની અટકળોએ જોર પકડ્યું છે, અને ત્રણેય પહેલાથી જ તેમની પ્રતિષ્ઠિત ભૂમિકાઓ પર ફરીથી કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, બધાની નજર પ્રિયદર્શન પર ટકેલી છે.

પ્રિયદર્શનની વાત સાંભળીને ચાહકો આશા કરી રહ્યા છે કે, લાંબા સમયથી રોકાયેલી આ ત્રીજો ભાગ આખરે સાકાર થશે, જે જૂની યાદોનો આનંદ અને નવી વાર્તાની તાજગી બંને લાવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.