‘કિંગ’ના સેટ પરથી ‘બોલિવૂડ કિંગ’નો લુક વાઈરલ થયો!

મુંબઈ, શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ ફરી શરૂ થઈ ગયું છે. તેના પુત્ર આર્યન ખાનના ડિરેક્શન હેઠળની પહેલી ફિલ્મ “બેડ્સ ઓફ બોલિવૂડ”નું પ્રમોશન કર્યા પછી, શાહરુખ ખાને પોલેન્ડમાં શૂટિંગ શરૂ કરી દીધું છે.
એવામાં સેટ પરથી સ્ટાર કાસ્ટના લુક્સ સામે આવી રહ્યા છે.ફિલ્મમાં શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં છે. સેટ પરથી સામે આવેલા ફોટોમાં શાહરુખ ખાનનો સોલ્ટ એન્ડ પેપર લુક જોવા મળી રહ્યો છે. તેણે અગાઉ કોઈ પણ ફિલ્મમાં આવો દેખાવ કર્યાે નોથી. તેણે અનેક ટેટૂ પણ કરાવ્યા છે. અહેવાલો સૂચવે છે કે તે ફિલ્મમાં ડોનની ભૂમિકા ભજવી રહ્યો છે.
ધ આર્ચીઝ ફિલ્મમાં ઓટીટીમાં ડેબ્યૂ કર્યા પછી, શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન પણ ફિલ્મ ‘કિંગ’થી મોટા પડદા પર ડેબ્યૂ કરી રહી છે. તે સેટ પર બ્રાઉન ટોપ અને ટ્રાઉઝર પહેરીને ખૂબ જ શાનદાર દેખાતી જોવા મળી હતી.ફિલ્મ ‘કિંગ’માં અભિષેક બચ્ચન ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં એક્ટરે પહેલાં ક્યારેય ન જોયેલા લુકમાં જોવા મળશે.
સેટ પરથી મળેલા ફોટામાં તે ફોર્મલ બ્લેઝર, નવી હેરસ્ટાઇલ અને ચશ્મા પહેરેલા જોવા મળે છે.કર્યું‘ઓોમ શાંતિ ઓમ‘, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’, ‘હેપ્પી ન્યૂ યર’, ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો પછી, દીપિકા પાદુકોણ હવે શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે.
દીપિકા આ ફિલ્મમાં સુહાનાની માતાની ભૂમિકા ભજવશે. તાજેતરમાં, દીપિકાએ સત્તાવાર રીતે ફિલ્મ ‘કિંગ’નો હિસ્સો હોવાની જાણ કરી અને એ પણ જાહેર કર્યું હતું કે તેણે તેનું શૂટિંગ શરૂ કરી દીધું છે.ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ લંડન, પોલેન્ડ, ભારત અને વિશ્વભરના અન્ય ઘણા સ્થળોએ કરવામાં આવશે.
શૂટિંગ મુંબઈના મહેબૂબ સ્ટુડિયોમાં શરૂ થયું હતું, જ્યાં જેલના એક્શન સિક્વન્સનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦૦થી વધુ સ્ટંટ કલાકારો સામેલ હતા.
આ ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે, જેમણે અગાઉ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની પઠાણ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. તેમણે ‘બેંગ બેંગ’, ‘વોર’, ‘ફાઇટર’ અને ‘બચના એ હસીનો’ જેવી ફિલ્મોનું પણ દિગ્દર્શન કર્યું છે. અહેવાલો સૂચવે છે કે કિંગ ૨૦૨૬ ના મધ્યમાં રિલીઝ થશે.SS1MS