Western Times News

Gujarati News

‘કલ્કી ૨’ માંથી બહાર થવા પર દીપિકા પાદુકોણે તોડી ચુપ્પી

મુંબઈ, દીપિકા પાદુકોણને માતા બનવાની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. સંદીપ રેડ્ડી વાંગાની સ્પિરિટ પછી એક્ટ્રેસને કલ્કીની સિક્વલ ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી છે. પ્રભાસ સ્ટારર ફિલ્મના મેકર્સે જાહેરાત કરી કે કલ્કી ૨ માટે ડેડિકેશન અને કમિટમેન્ટની જરૂર છે જે દીપિકા પાદુકોણ હાલમાં પૂરી કરી શકતી નથી જેના કારણે તેને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી છે.

આ પછી દીપિકાએ પહેલી વાર ચુપ્પી તોડતા જાહેરાત કરી કે, તેના હાથમાં એક મોટી ફિલ્મ આવી છે. તે શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ કિંગમાં લીડ રોલમાં નજરે પડશે.દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આની જાહેરાત આપી છે. તે શાહરુખ ખાન, સુહાના ખાનની મચ અવેઇટેડ ફિલ્મ કિંગનો ભાગ બનવાની છે.

દીપિકા પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખે છે, ‘લગભગ ૧૮ વર્ષ પહેલાં, ઓમ શાંતિ ઓમના શૂટિંગ દરમિયાન તેણે મને પહેલો પાઠ શીખવ્યો હતો કે ફિલ્મ બનાવવી, તે દરમિયાનનો અનુભવ અને તમે જે લોકો સાથે તે બનાવો છો – આ બધું તેની સફળતા કરતાં વધુ મહત્વનું છે. હું તેની સાથે સંપૂર્ણપણે સંમત છું અને તે જ પાઠને મેં અત્યાર સુધીના દરેક નિર્ણયમાં અપનાવ્યો છે.

અને કદાચ આ જ કારણ છે કે અમે હવે અમારી છઠ્ઠી ફિલ્મ સાથે બનાવી રહ્યા છીએ.’આ સાથે દીપિકા પાદુકોણે જાહેરાત કરી કે, તે શાહરુખ ખાનની કિંગમાં લીડ એક્ટ્રેસ હશે. આ પોસ્ટમાં તે કિંગ ખાનનો હાથ પકડીને નજરે પડે છે.

આ કેપ્શનને તેણે જે ફોટો સાથે શેર કર્યાે છે તેમાં બંને માત્ર એકબીજાનો હાથ પકડીને નજરે પડે છે. આ પ્રોજેક્ટ દીપિકાના કરિયરના આ પડાવ પર ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે આ સમયે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.માતા બન્યા પછી સંદીપ રેડ્ડી વાંગા સાથે દીપિકા પાદુકોણનો વિવાદ ખૂબ જ ચર્ચામાં હતો.

એક્ટ્રેસે ફિલ્મ સ્પિરિટ માટે ૮ કલાકની શિફ્ટની માંગ કરી હતી જેના કારણે તેને ફિલ્મમાંથી દૂર કરી દેવામાં આવી. આ જ કારણે તેને કલ્કી ૨ માંથી પણ બહાર કરી દેવામાં આવી.દીપિકા પાદુકોણ પછી કિયારા આડવાણીને પણ માતૃત્વની કિંમત ચૂકવવી પડી રહી છે. એક્ટ્રેસને હાલમાં તેની ફિલ્મ શક્તિ શાલિનીમાંથી રિપ્લેસ કરવામાં આવી છે.

૨૨ વર્ષની એક્ટ્રેસ અનીત પડ્ડાને કિયારાની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવી છે. આ ટ્રેન્ડે ફરી વિચારવા માટે મજબૂર કરી દીધું છે કે શું આજના સમયમાં પણ એક્ટ્રેસને માતૃત્વ અથવા કરિયરમાંથી કોઈ એક પસંદ કરવા માટે મજબૂર થવું પડશે. શું આટલા વર્ષાેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જરા પણ બદલાવ આવ્યો નથી?SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.