જૈન રિસોર્સ રિસાયકલિંગનો IPO બુધવાર, 24 સપ્ટેમ્બર, 2025ના રોજ ખૂલશે

અમદાવાદ, જૈન રિસોર્સ રિસાયકલિંગ લિમિટેડ તેના ઇક્વિટી શેર્સના પબ્લિક ઇશ્યૂના સંદર્ભે તેની બિડ/ઓફર બુધવાર, 24 સપ્ટેમ્બર, 2025ના રોજ ખોલશે.
રૂ. 1,250 કરોડ (રૂ. 12,500 મિલિયન)ના મૂલ્ય સુધીના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝમાં રૂ. 500 કરોડ (રૂ. 5,000 મિલિયન) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 750 કરોડ (રૂ. 7,500 મિલિયન) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં કમલેશ જૈન દ્વારા રૂ. 715 કરોડ (રૂ. 7,150 મિલિયન) અને મયંક પરીક દ્વારા રૂ. 35 કરોડ (રૂ. 350 મિલિયન) સુધીના શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 220થી રૂ. 232 રાખવામાં આવ્યો છે.
એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર, 23 સપ્ટેમ્બર, 2025 છે. બિડ/ઓફર શુક્રવાર, 26 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ થશે. બિડ્સ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના લઘુતમ 64 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 64 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે .
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની યોજના ધરાવે છેઃ (1) રૂ. 375 (રૂ. 3,750 મિલિયન) સુધીના મૂલ્યના કંપની દ્વારા લેવાયેલા ચોક્કસ બાકી દેવાના હિસ્સાની પૂર્વચૂકવણી કે નિર્ધારિત ચૂકવણી માટે (2) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે
ઇક્વિટી શેર્સ ચેન્નઇમાં તમિળનાડુ અને આંદામાનની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે. આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા અને બીએસઈ લિમિટેડ પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને પીએલ કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.