GMDC ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન (જૂઓ તસવીરો)

નવ સંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો-ઝોન, સેલ્ફી પોઈન્ટ, બાળકો માટે કિડ્સ સિટી, ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર
અમદાવાદ: તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ૨૦૨૫નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. (તમામ તસવીરોઃ જયેશ મોદી)
મુખ્યમંત્રીએ માતાજીની આરતી કરીને નવરાત્રિના પાવન પર્વનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરાત્રિને ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું પ્રતીક ગણાવ્યું. તેમણે જણાવ્યું કે આ મહોત્સવ માત્ર ગરબા અને નૃત્ય પૂરતો સીમિત નથી, પરંતુ તે શક્તિ ઉપાસના અને એકતાનું પર્વ છે.
આ વર્ષે નવરાત્રિ મહોત્સવમાં ગુજરાતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને દર્શાવતા ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પરંપરાગત ગરબાની સાથે સાથે આધુનિક ગરબાનું પણ આયોજન કરાયું છે.
આ મહોત્સવ દરમિયાન, સુરક્ષા અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી લોકો સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં ઉત્સવનો આનંદ માણી શકે. આ નવ દિવસીય મહોત્સવ દરમિયાન ગુજરાતના ખૂણેખૂણામાંથી કલાકારો અને ખેલૈયાઓ પોતાની કલાનું પ્રદર્શન કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ગુજરાતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરતા ‘વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-2025’નો રાજ્યના મંત્રીશ્રીઓ, દેશ-વિદેશથી પધારેલ અન્ય ગણમાન્ય મહાનુભાવો તેમજ વિશાળ ગરબાપ્રેમી જનમેદનીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો આ અવસરે માં જગદંબાની મહાઆરતીમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વાઈબ્રન્ટ નવરાત્રિના શુભારંભ પૂર્વે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા ’11 વર્ષ સુશાસનના’ થીમ પર આયોજિત મલ્ટીમીડિયા એક્ઝિબિશનનું ઉદઘાટન કર્યું હતું તેમજ નવ સંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો-ઝોન, સેલ્ફી પોઈન્ટ, બાળકો માટેની ખાસ તૈયાર કરેયલી કિડ્સ સિટી, ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવા ઊભા કરવામાં આવેલા આકર્ષણોની મુલાકાત લીધી હતી તેમજ વિવિધ સ્ટોલ્સની મુલાકાત દરમિયાન સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ સાથે સંવાદ સાધી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.