Western Times News

Gujarati News

પાકિસ્તાનની ‘નિષ્ફળતા’નો વધુ એક પુરાવો મળ્યો

શ્રીનગર, શ્રીનગરની મનોહર ડાલ લેક, જે પર્યટકોનું આકર્ષણ અને સ્થાનિકોનું ગૌરવ છે. આ પર્યટકોનું સ્થળ અચાનક જ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. વાસ્તવમાં વાત એમ છે કે ગઈકાલે રવિવારે ૨૧ સપ્ટેમ્બરના ઝીલનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સફાઈ અભિયાન દરમિયાન ઝીલમાંથી કંઈક એવુ મળી આવ્યું કે, જોઈને સૌ ચોંકી ગયા હતા. ઝીલમાંથી પાકિસ્તાનનું ફતહ -૧ રોકેટનો કાટમાળ મળી આવ્યો હતો.૨૧ સપ્ટેમ્બરના ડાલ લેકના સફાઈ દરમિયાન સ્વયંસેવકોને એક મિસાઇલ જેવો શેલ મળ્યો હતો, જે પાકિસ્તાનના ફતહ-૧ રોકેટનો ભાગ હતો.

ઉલ્લેખનીય છે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલી લશ્કરી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન દ્વારા ભારતના લશ્કરી ઠેકાણાને નિશાન બનાવીને આ રોકેટ છોડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં રોકેટ પડ્યું ત્યારે ઝીલના પાણીમાંથી ધુમાડો નીકળ્યો હતો અને ધમાકાનો અવાજ પણ સંભળાયો હતો, પરંતુ કોઈ મોટું નુકસાન થયું નહોતું.

આ શેલને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યું, અને હવે તેની તપાસ ચાલી રહી છે. આ ફતહ-૧ના શેલે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના હુમલાને સાબિત કર્યું છે.

આ રોકેટના ભાગનું મળવું એક ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દ્વારા કરવામા આવેલા હુમલાનો પુરાવો છે. જો કે આ મામલે રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારતે ગુનો કરનારાઓને સજા આપી હતી, પરંતુ યુદ્ધ ટાળવાનો સંયમ રાખ્યો હતો. આ ઘટના ઝીલની સફાઈના મહત્વને પણ દર્શાવે છે, જે પર્યટકોની સુરક્ષા અને પર્યાવરણની સુરક્ષા માટે જરૂરી છે.

રક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આવા અવશેષો સરહદ પર સતર્કતાની જરૂરિયાત દર્શાવે છે.ઉલ્લેખનીય છે એપ્રિલ મહિનામાં પહલગામમાં નિર્દાેષ ભારતીયો પર થયેલા હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું.

આ ઓપરેશન હેઠળ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કશ્મરના આતંકવાદી ઠેકાણા પર હુમાલો કર્યાે હતો, જે બંને દેશ વચ્ચે તણાવ વધ્યો હતો ભારત પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી થઈ હતી. પાકિસ્તાને ૧૦ મેના રોજ પાકિસ્તાને જવાબી હુમલા તરીકે ફતહ-૧ રોકેટ દાગ્યું હતું.

આ રોકેટ ૭૦-૧૦૦ કિમી સુધીના ટાર્ગેટને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. પણ ભારતીય સૈન્યએ આ રોકેટને નિષ્ફળ બનાવ્યું હતું અને ડાલ ઝીલના પાણીમાં પડી ગયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.