આણંદમાં ચાલુ કારે બોનેટ ઉપર ચડી સ્ટંટ કરતો વીડિયો વાયરલ

આણંદ, આણંદ શહેરની ડી.એન. હાઇસ્કૂલ તરફના રોડ ઉપર ચાલુ કારે બોનેટ ઉપર ચડી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આણંદ શહેર પોલીસે બે નબીરાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સોશિયલ મીડિયામાં ગત રોજ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં યુવક ચાલુ કારે બોનેટ ઉપર બેઠેલો હોવાનું અને બીજો શખ્સ ડ્રાઇવરની બાજુની સીટ પરથી પોતાનો હાથ બહાર કાઢી વીડિયો બનાવતો હોવાનું જણાયું હતું. સાથે સાથે કાર પૂરઝડપે પસાર થઈ રહી હોવાનું જોવા મળ્યું હતું. આ વીડિયો આણંદનો હોવાનું ઉજાગર થતા આણંદ શહેર પોલીસ હરકતમાં આવી હતી.
પોલીસે તપાસ કરતા આણંદની ડીએન હાઇસ્કૂલ તરફના રોડ ઉપર નબીરાઓએ આ સ્ટંટ કરતો વીડિયો ઉતાર્યાે હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે ગુનો નોંધ્યો હતો.
કારના નંબરના આધારે તપાસ હાથ ધરી જોખમી સ્ટંટ કરી વીડિયો ઉતારનારા ધુÙવકુમાર દેવેન્દ્રભાઈ સંતરોલા અને હાદક મનોજભાઈ મકવાણા બંને રહે. ખંભાતવાળાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS