Western Times News

Gujarati News

‘કાંતારા ચેપ્ટર ૧’ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

મુંબઈ, ઋષભ શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ, “કાંતારા” ની સિક્વલ હવે રિલીઝ થવાની તૈયારીમાં છે. “કાંતારા” નો પહેલો ભાગ શરૂઆતમાં કન્નડમાં રિલીઝ થયો હતો.

જોકે, ફિલ્મમાં ઋષભ શેટ્ટીની એક્ટિગ અને સ્ટોરીને જોતા ફિલ્મને થોડા સમય પછી અન્ય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી. ફિલ્મે રેકોર્ડબ્રેક બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું.

હવે, તેની સિક્વલ આવી રહી છે, અને તેનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ‘કાંતારા ચેપ્ટર ૧’ નું ટ્રેલર દરેક ભાષામાં તેના સંબંધિત સુપરસ્ટાર દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. તો હિન્દીમાં ‘કાંતારા ચેપ્ટર ૧’ નું ટ્રેલર બોલિવૂડ સુપરસ્ટાર ઋત્વિક રોશને લોન્ચ કર્યું હતું. ‘કાંતારા ચેપ્ટર ૧’ ના ટ્રેલરના લોન્ચિંગ માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોડક્શન હાઉસ હોમ્બલે એ આજે “કાંતારા ચેપ્ટર ૧” નું ટ્રેલર રિલીઝ કર્યું. ઋત્વિક રોશને ‘કંતારા ૨’ નું હિન્દી ટ્રેલર લોન્ચ કર્યું છે.

ઋષભ શેટ્ટીએ ૨૦૨૨માં રિલીઝ થયેલી ‘કંતારા’ની સિક્વલ ‘કાંતારા ચેપ્ટર ૧’ ને ભવ્ય રુપ આપવા કોઈ કસર છોડી નથી. આ ફિલ્મમાં એક વિશાળ યુદ્ધ જોવા મળે છે, જેમાં ૫૦૦ થી વધુ લડવૈયાઓ અને ૩,૦૦૦ અન્ય સ્પર્ધકોનો સમાવેશ થાય છે. તે એક એક્શન-થ્રિલર છે. ‘કંતારા ચેપ્ટર ૧’નું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ તે સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે. જે નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે.‘કંતારા ૨’ નું ટ્રેલર ખૂબ જ ધમાકેદાર છે. જે રુવાડાં ઉભા કરી દે છે. ફિલ્મમાં ટ્રેલરે દર્શકોની ઉત્સુકતા જગાવી છે.

ઋષભ શેટ્ટી ફરી એકવાર તેમની એક્ટિંગને લઈને દર્શકોને મનમાં પોતાની છાપ છોડવા તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર આટલું જબરજસ્ત છે, તો, આખી ફિલ્મ કેટલી જોરદાર હશે તેની કલ્પના જ કરી શકાય છે.

‘કંતારા ચેપ્ટર ૧’ ૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ દશેરાના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઋષભ શેટ્ટીનું દિગ્દર્શન અને અભિનય કરતી આ ફિલ્મનું નિર્માણ વિજય કિરાગંડુર દ્વારા હોમ્બલે ફિલ્મ્સ હેઠળ કરવામાં આવ્યું છે. ‘કાંતારા ચેપ્ટર ૧’માં સંગીત બી. અજનેશ લોકનાથ દ્વારા અને અરવિંદ કશ્યપ દ્વારા સિનેમેટોગ્રાફી આપવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.