‘સ્પાઇડર-મેન’ના સેટ પર ટોમ હોલેન્ડ ઇજાગ્રસ્ત થયો

મુંબઈ, હોલિવૂડ એક્ટર અને ‘સ્પાઇડર-મેન’ ફેમ ટોમ હોલેન્ડને હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, સ્ટંટ દરમિયાન તેને માથામાં ઈજા થઈ હતી.
‘ધ સન’ના અહેવાલ મુજબ, ટોમ હોલેન્ડ ન્યૂ યોર્કમાં ‘સ્પાઇડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’નું શૂટિંગ કરી રહ્યો હતો. હાઇ-ઓક્ટેન એક્શન સિક્વન્સ દરમિયાન, એક સ્ટંટ ખોટો થયો, જેના પરિણામે તે પડી ગયો અને માથામાં ઈજા થઈ હતી.ટોમ હોલેન્ડને સામાન્ય ઈજા થઈ હતી અને ડોક્ટરોએ તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
આ કારણે તેણે શૂટિંગમાંથી વિરામ લીધો છે. જોકે, હવે તેની હાલતમાં સુધારો થયો છે.‘સ્પાઈડર-મેન’ ફ્રેન્ચાઈઝી ઉપરાંત, ટોમ હોલેન્ડે ‘અનચાર્ટેડ’ (૨૦૨૨) અને ‘ચેરી’ (૨૦૨૧) જેવી ફિલ્મોમાં અભિનય કર્યાે છે.
જોકે, ‘સ્પાઈડર-મેન’ ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની ધારણા છે.શૂટિંગ શરૂ થાય તે પહેલાં, ટોમ હોલેન્ડે કહ્યું હતું કે, તે સ્કોટલેન્ડ જેવા સુંદર સ્થાન પર શૂટિંગ કરી શકવા બદલ રોમાંચિત છે. પાછલી ફિલ્મ, ‘સ્પાઇડર-મેનઃ નો વે હોમ‘ સંપૂર્ણપણે સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવી હતી.SS1MS