Western Times News

Gujarati News

હીના ખાનનો પતિ સાથેનો રોમાન્ટિક વીડિયો વાયરલ

મુંબઈ, કેન્સર સર્વાવર હીના ખાને અભિનયમાં તો સારું નામ કર્યું જ છે, પણ સાથે કેન્સર જેવી બીમારી સાથે હિંમતભેર ઝઝૂમી બહાદૂરી પણ બતાવી છે. હીના ખાન સોશિયલ મીડિયા પર સતત અપડેટેડ રહે છે.

તાજેતરમાં જ તે પતિ અને અભિનેત્રી શહનાઝ ગિલ સાથે ફિલ્મ જોવા ગઈ હતી. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.હીના અને શહેનાઝ વચ્ચે દોસ્તી હોવાનું કહેવાય છે. એક ફેશન ઈવેન્ટમાં બન્ને મળ્યા ત્યારે હસીખુશી વાત કરી રહ્યા હતા અને જાણે જિગરજાન દોસ્તી હોય તેમ જણાઈ રહ્યું હતું. પણ પછીથી એક વીડિયો વાયરલ થયો તેમાં બન્ને સાથે હીના ખાનનો પતિ રાકી જયસ્વાલ પણ છે.

વીડિયોમાં કપલ રોમાન્ટિક થઈ રહેલું પણ દેખાય છે.વીડિયોમાં રોકીની બાજુમાં હીના અને હીનાની બાજુમાં શહનાઝ ગિલ બેસી છે. હીના એકદમ મૂડમાં છે અને પાસે બેસેલા રોકી સાથે વાતચીત કરી રહી છે ને વાતચીત કરતા તે રોમાન્ટિક થઈ જાય છે અને પતિને કિસ કરે છે, પેમ્પર કરે છે.

આ જોતા જ પાસે બેસેલી શહેનાઝ મોઢું ફેરવી લે છે. બન્ને રોમાન્ટિક થતાં જોઈ શહેનાઝ શરમાઈ ગઈ અને તેણે નજર ફેરવી ક્યાંક બીજે જ કેન્દ્રીત કરી હતી.આ વીડિયો વાયરલ થતા યુઝર્સ રિએક્શન્સ પણ આપી રહ્યા છે.

એકે કહ્યું ચે કે શહેનાઝેન આ જોઈને ખરાબ લાગશે, કાશ સિડ (સિદ્ધાર્થ) પણ તેની સાથે હોત તો એકને લાગે છે કે હીનાની આ બેશરમી છે. એકે તેને સપોર્ટ કરતા કહ્યું છે કે તેમના લગ્ન થઈ ગયા છે હવે તેમને તેમના હાલ પર છોડી દો.યે રિશ્તા ક્યા કહેલાતા હૈની અક્ષરા તરીકે ફેમસ થયેલી હીના ખાનને બ્રેસ્ટ કેન્સર થયાનું જાણી તેનાં ફેન્સ ભારે નિરાશ થયા હતા.

જોકે અભિનેત્રીએ ઘણી હિંમત બતાવી બીમારીને મ્હાત આપી છે. તેની આ બીમારી દરમિયાન રોકી તેની સાથે પડછાયાની જેમ ઊભો રહ્યો અને થોડા મહિનાઓ પહેલા બન્ને સાદાઈથી લગ્નગ્રંથીથી જોડાયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.