Western Times News

Gujarati News

Indian Society of Anaesthesiologistની વાર્ષિક કોન્ફરન્સ ISACON 2025માં મુખ્યમંત્રી સહભાગી થયા

’Technology Enhanced Anaesthesia Care’ની થીમ સાથે ત્રિદિવસીય કોન્ફરન્સનું આયોજન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે Indian Society of Anaesthesiologistની વાર્ષિક કોન્ફરન્સ ISACON Gujarat 2025નો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આરોગ્યની સવલત છેવાડાના માનવીને મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

આયુષ્યમાન ભારત કાર્ડ નાગરિકો માટે આશીર્વાદ બની છે. આ યોજનાથી નાગરિકોને આરોગ્યની સવલત મળી રહે છે જેનાથી નાગરિકો સુખમય જીવન જીવી રહ્યા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ મેડિકલ ક્ષેત્રમાં નવીન  ટેકનોલોજીથી જીવ બચાવવાનું કામ થઈ રહ્યું છે જે પ્રશંસનીય છે તેમ જણાવી ઉપસ્થિત ડોક્ટરોને આરોગ્યની સેવાઓ વધું સુદ્રઢ બનાવવા માટે અને રાજયના નાગરિકોને કઈ રીતે લાભ મળે તે પ્રકારના ડોક્ટરોનાં સૂચનો આવકાર્યા છે,તેમ ઉપસ્થિત ડોક્ટરોને જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રિ-દિવસીય સંમેલનમાં તકનીકો આધારિત એનેસ્થેસિયા કાળજીની થીમમાં અદ્યતન મોનિટરિંગ સિસ્ટમ્સ, રિયલ ટાઈમ એનેસ્થેસિયાનું મોનિટરિંગ, (AI) અને ઓટોમેશન,ઓપરેશન દરમિયાન જટિલતાઓનું AI આધારિત પૂર્વાનુમાન, પેશન્ટ સેફ્ટી માટે નવી તકનીક સહિત વિવિધ વિષયો પર ચર્ચા અને ગોષ્ઠિ થનાર છે

આ પ્રસંગે આઈ.એમ.એ.ના ડૉ અનિલ નાયક, આઈ.એસ.એ. ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ ડૉ દીપક મિસ્ત્રી, ડૉ અતુલ ગાંધી સહિત મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.