નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાના સમયમાં વધારો કરાયો

અમદાવાદ, નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાના સમયમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫થી તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી મેટ્રો ટ્રેન મોડી રાત્રિ સુધી દોડશે.
હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૬:૨૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી કાર્યરત છે. નવરાત્રિ દરમિયાન, મેટ્રો ટ્રેનનો સમયગાળો રાત્રે ૧૦:૦૦ વાગ્યાથી લંબાવીને મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.