Western Times News

Gujarati News

અમેરિકામાં ટેલિકોમ એટેકનો પ્રયાસઃ એક લાખ સિમ અને ૩૦૦ સિમકાર્ડ સર્વર નિષ્ક્રિય કરાયા

ન્યૂયોર્ક, યુએસ સીક્રેટ સર્વિસના એજન્ટ્‌સે ન્યૂયોર્ક શહેરમાંથી ભયંકર ટેલિકોમ એટેકના પ્રયાસને અટકાવ્યો છે. સમગ્ર ટેલિકોમ સીસ્ટમને ઠપ કરી દેવાની અને અજાણ્યા ટેલિફોનિક એટેક્સ કરવાની ક્ષમતા ધરાવતી સેંકડો ડીવાઈસના નેટવર્કને ફેડરલ એજન્ટ્‌સે નિષ્ક્રિય કરી દીધા છે.

એજન્સીની સત્તાવાર યાદી મુજબ, ન્યૂયોર્ક શહેરના ૩૫ માઈલ વિસ્તારમાં સંખ્યાબંધ લોકેશન પરથી ૧ લાખ સિમ કાડ્‌ર્સ અને ૩૦૦ સિમ કાર્ડ સર્વર મળી આવ્યા હતા. ન્યૂયોર્ક સિટીમાં યુએનની સામાન્ય સભા વિશ્વભરના અગ્રણીઓ આવી રહ્યા છે તેવા સમયે ટેલિફોમ એટેકના ષડયંત્રનો ખુલાસો થતાં ચકચાર મચી ગઈ છે.

સીક્રેટ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ડીવાઈસથી અજાણ્યા ટેલિફોનિક હુમલાથી માંડીને ટેલિકમ્યુનિકેશન ખોરવી દેવાય તેવી શક્યતા હતા. સેલફોન ટાવર્સ ઠપ કરી દેવાની અને એનક્રિપ્ટેડ કમ્યુનિકેશન પણ ગુનેગારો સુધી પહોંચી જવાની ભીતિ હતી. એજન્સીએ ઝડપેલી વિવિધ ડીવાઈસની ફોરેન્સિક ચકાસણી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક અનુમાન મુજબ, ટેલિકોમ એટેકમાં ફેડરલ લો એન્ફોર્સમેન્ટ સાથે સંકળાયેલા અગ્રણીઓ અને એક્ટર્સના કમ્યુનિકેશન પર જોખમ હતું.યુએસ સીક્રેટ સર્વિસના ડાયરેક્ટર સીન કુર્રેને જણાવ્યુ હતું કે, આ ડીવાઈસની મદદથી અમેરિકાનું ટેલિકમ્યુનિકેશન્સ ખોરવાઈ જવાની આશંકા નકારી શકાય તેમ નથી.

નુકસાન અટકાવવા સીક્રેટ સર્વિસ દ્વારા સંરક્ષણાત્મક મિશન હાથ ધરાયુ હતું અને આ ષડયંત્રના સૂત્રધારોને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, જૂન મહિનામાં અજાણ્યા લોકોએ વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સુસી વિલેસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કાે રૂબિયાતરીકે ઓળખ આપી વોઈસ અને ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા. તાજેતરમાં ઝડપાયેલા ષડયંત્રના તાર પણ તે ઘટના સાથે સંકળાયેલા હોઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.