મહિલા પત્રકાર ઝાંગ ઝાનને ફરીથી ચાર વર્ષની જેલની સજા

નવી દિલ્હી, ચીનમાં કોરોના વાઈરસની જાણકારી આપનારમહિલા પત્રકાર ઝાંગ ઝાનને ફરીથી ચાર વર્ષની જેલની સજા મળી છે. તેણે કોરોના વાઈરસ વિશે વિશ્વને જણાવીને ચીનના ચહેરા પરથી નકાબ ઉતાર્યું હતું.
અગાઉ પણ તેને ૨૦૨૦માં ચાર વર્ષની સજા થઈ હતી. મુક્તિ મળ્યા પછી ફરી તેની ધરપકડ કરવામાં આવી છે. ૪૨ વર્ષની આ મહિલા પત્રકારે કોવિડ મહામારીના પ્રાથમિક તબક્કાના કેન્દ્રસ્થાન વુહાનમાં ડોક્યુમેન્ટરી બનાવીને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. ફરી ધરપકડ માટે તેના પર અગાઉના જ ઝઘડો કરવાના તેમજ અશાંતિ ફેલાવવાના આરોપ લગાવવામાં આવ્યા છે.
માનવ અધિકાર જૂથોએ તેના માટે અવાજ ઉઠાવ્યો છે અને તેને તાત્કાલિક છોડી મુકવાની બેઈજિંગને અપીલ કરી છે.પત્રકાર ઝાંગે મહામારીના પ્રારંભિક તબક્કામાં વુહાનથી રિપો‹ટગ કરીને વિશ્વને ચીનની સાચી સ્થિતિની જાણ કરી હતી.
ઝાંગ ૨૦૨૦ના પ્રારંભિક સમયમાં વિખ્યાત બની જ્યારે તેણે વુહાનમાંથી હોસ્પિટલના દ્રશ્યો અને વેરાન સડકોનો પ્રથમદર્શી અહેવાલ આપ્યો અને કોવિડ સંક્રમણ બાબતે ચીનના સત્તાવાર વૃત્તાંતને ખોટો ઠેરવ્યો.
અહેવાલ આપવા માટે ધરપકડ કર્યા પછી તેના પર રાજ્ય પ્રશાસનનો અનાદર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો અને તેના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા જેના પરિણામે તેણે ભૂખ હડતાળ પર ઉતરવું પડ્યું. એ સમયે તેને બળજબરીપૂર્વક મોઢામાં ટ્યુબ બેસાડીને ખાવાનું આપવામાં આવ્યું હતું.ગયા વર્ષે મે મહિનામાં તેની મુક્તિ થઈ હોવા છતાં ઝાંગની ફરી થોડા મહિનામાં જ ધરપકડ કરવામાં આવી અને આખરે તેને શાંઘાઈના પુડોન્ગ અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવી.
વિદેશી વેબસાઈટો પર માનવ અધિકારના ભંગ બાબતે તેના નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ફરી તેને સજા સંભળાવવામાં આવી. માનવ અધિકાર જૂથોએ દલીલ કરી છે કે તેના પરના આરોપો રાજનીતિથી પ્રેરિત છે જેનો હેતુ તેના સ્વતંત્ર પત્રકારિત્વને ચૂપ કરવાનો છે.ઉલ્લેખનીય છે કે ચીનમાં પત્રકારોની સ્થિતિ અત્યંત દયનીય છે.
આરએસએફ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ ૨૦૨૫માં ચીન ૧૮૦ દેશોમાંથી ૧૭૮માં ક્રમે છે. આરએસએફ ચીનને પત્રકારો માટે વિશ્વની સૌથી મોટી જેલ તરીકે ગણાવે છે. ચીનમાં લગભગ ૧૨૪ મીડિયાકર્મી જેલોમાં બંધ છે.
વિડંબના છે કે તાજેતરમાં ચીને ઝડપી જાહેર આરોગ્ય રિપો‹ટગને પ્રોત્સાહન આપતો કાયદો પસાર કર્યાે છે, જે સિદ્ધાંતને ઝાંગ અંગત ભોગે પણ પહેલેથી વળગી રહી હતી. ઝાંગની યાતના ચીનમાં સત્ય બોલતા પત્રકારો અને સરમુખત્યાર નિયંત્રણ વચ્ચેના સંઘર્ષને ઉજાગર કરે છે.SS1MS