અમદાવાદ રેલવે મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2025’ અંતર્ગત ડોર ટુ ડોર કેમ્પેઇનનું આયોજન

Ahmedabad, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 17 સપ્ટેમ્બરથી 02મી ઓક્ટોબર,2025 સુધી “સ્વચ્છતા હી સેવા-2025” અંતર્ગત સ્વચ્છો ત્સવઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ અભિયાન દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
24 સપ્ટેમ્બર, 2025 ના રોજ, અમદાવાદ મંડળ પર રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે ડોર ટુ ડોર કેમ્પેઈન ચલાવવામાં આવ્યું. આ દરમિયાન, સ્ટેશનો પર પણ ઉદ્દઘોષણા પ્રણાલી દ્વારા સતત સ્વચ્છતાથી સંબંધિત જાહેરાતો કરાવવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય.
સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ચલાવવામાં આવી રહેલા વિવિધ કાર્યક્રમોમાં, 24 સપ્ટેમ્બર, 2025 ના રોજ ડોર ટુ ડોર કેમ્પેઈન ચલાવવામાં આવ્યું. આ અભિયાન હેઠળ મંડળના પાલનપુર, મહેસાણા, સાબરમતી, અમદાવાદ, મણિનગર સહિત મંડળના વિવિધ સ્ટેશનો પર અને રેલવે કોલોનીઓમાં વિભાગો દ્વારા સ્વછતા પ્રત્યે જાગૃકતા લાવવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખો, તો જ દેશ મહાન બનશે” અને અન્ય સ્લોગનોના જાહેરાતોની સાથે સ્વચ્છતા સ્લોગનના પ્લેકાર્ડ અને બેનરો લઈને ડોર ટુ ડોર કેમ્પેઈન ચલાવવામાં આવ્યું .
સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓએ અમદાવાદ મંડળની વિવિધ રેલવે કોલોનીઓમાં ઘરે ઘરે જઈને રેલવે કર્મચારીઓના પરિવારોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા.તેમણે પરિવારજનોને સાફ સફાઈ થી થતા લાભ અને તેની અવગણના કરવાથી થતા નુકસાન વિશે વિગતવાર ચર્ચા કરી, બધાએ રેલવે સાથે મળીને સાફ સફાઈ રાખવાનું આશ્વાસન આપ્યું.