બ્લેક ફિલ્મ, રોંગસાઇડ અને દબાણ પર પોલીસ કાર્યવાહી ચાલુ રાખોઃ હાઇકોર્ટનો આદેશ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, ટ્રાફિક, રસ્તા લઈને હાઈકોર્ટમાં કન્ટેમ્પ અરજી કરવામાં આવી હતી. આ મામલે સરકારી વકીલની હાઈકોર્ટમાં રજુઆત કરતા જણાવ્યું કે, ૨૨, ૨૩ સપ્ટેમ્બરે ભદ્ર વિસ્તારમાં દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી.
એએમસીની કાર્યવાહીમાં ફેરિયાઓ, સંસ્થાના માણસોએ કામમાં અડચણ ઉભી કરી હતી. સરકારી વકીલે કોર્ટ સમક્ષ કામગીરીનો વીડિયો પણ રજુ કર્યો હતો. એએમસીએ દબાણ દૂર કરવાનીની કામગીરીમાં પોલીસ પ્રોટેક્શન લીધું હતું કે કેમ? તેવો સવાલ કોર્ટે કર્યો હતો.
શા માટે અડચણ ઊભા કરનાર લોકોને એરેસ્ટ નથી કરવામાં આવ્યા તેવો સવાલ પણ કોર્ટે કર્યો હતો. સતાધિકારીઓ આવા માણસો સામે કાયદા અનુસાર પગલા લે અને કડક કાર્યવાહી કરે તે જરૂરી હોવાનું કોર્ટે ટાંક્યું હતું. આવતા સપ્તાહે કોર્ટ સમક્ષ કાર્યવાહીનો રિપોર્ટ મૂકવામાં આવેતે ખુબ જ જરૂરી છે. નવરાત્રીમાં બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ રસ્તા ઉપર જોઈએ નહીં તે માટે જરૂરી તમામ કાર્યવાહી પોલીસ તત્કાલ કરે. રોંગ સાઈડ આવતા વાહનો સામે ડ્રાઇવ ચાલુ રાખવા પણ કોર્ટે જણાવ્યું હતું.
અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા સામે ડ્રાઈવ ચાલુ રાખવા માટેનો આદેશ અપાયો છે. ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર, ટ્રાફિક અને રસ્તાને લઈને સુનાવણી હાથ ધરી હતી. ટ્રાફિકમાં અડચણ કરનાર સામે આકરી કાર્યવાહી કરવા માટે કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. અડચણ કરનાર લોકોની ધરપકડ કેમ કરવામાં નથી આવી?તેવો સવાલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી હતી. સરકારી વકીલે રજૂઆત કરી કે ૨૨-૨૩ સપ્ટેમ્બરે ભદ્ર વિસ્તારમાં દબાણ દૂર કર્યા હતા.
એએમસીની કાર્યવાહીમાં ફેરિયા, સંસ્થાના માણસોએ અડચણ ઉભી કરતા હોવાનું કોર્ટ સમક્ષ મુક્યું હતું. સમગ્ર કાર્યવાહીનો સરકારી વકીલે ગુજરાત હાઈકોર્ટમાં કામગીરીનો વીડિયો પણ દર્શાવ્યો હતો. એએમસીએ દબાણ દૂર કરતા સમયે પોલીસ પ્રોટેક્શન લીધું હતું કે કેમ તેવો વેધક સવાલ કર્યો હતો.