Western Times News

Gujarati News

સાઈકોકિલરે રિવોલ્વર છીનવી ગોળીબાર કર્યો અને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

યુવકની છરીના ઘા મારી યુવતીને ઈજા પહોંચાડી – યુવતી અડધો કિલોમીટર સુધી ઘાયલ અવસ્થામાં રોડ સુધી આવી હતી. જ્યાં એક દંપત્તીની મદદથી પોતાના પિતાને ઘટનાની જાણ કરી હતી.

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક-યુવતી ૨૦ સપ્ટેમ્બરની મોડીરાત્રે ૧.૧૫ વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠેલા એક કપલ પૈકી યુવકની હત્યા કરી હતી. લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સો બંનેને માલમતા આપી દેવા ધમકાવ્યા હતા.

યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારી યુવકની હત્યા કરી હતી. જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને યુવકનું મોત નિપજ્યું હતું. આરોપી વિપુલ પરમારને ઝડપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઇ જવાયો હતો. દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવીને પોલીસ પર જ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ક્રોસ ફાયરિંગમાં આરોપીનું મોત થયું હતું.

Ahmedabad – Police security deployment and searching going on after Police Encounter ‘psycho’ killer during reconstruction of he murdered one man and loot with his girlfriend recently at canal road near Amiyapur at outskirts of Ahmedabad city on Wednesday, September 24, 2025

આરોપી વિપુલ પરમારને રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ કે જ્યાં તેણે હત્યાને અંજામ આપ્યો હતો ત્યાં લઇ જવાયો હતો. પોલીસ રિકન્સ્ટ્રક્શનની ઘટના અંગેની કાર્યવાહી આરોપી પાસે કરાવી રહી હતી. આ દરમિયાન સાઇકો કિલરે ફરી એકવાર પોતાનું વિકૃત સ્વરૂપ દેખાડ્‌યું હતું. પોલીસ અધિકારીની બંદુક છીનવીને તેણે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ પર ફાયરિંગ થતા પોલીસ દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીનું મોત થઈ ગયું હતું. જો કે સદભાગ્યે કોઇ પણ પોલીસ અધિકારીને સાઇકો કિલર દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં કોઇ જાનહાની થઇ નહોતી.

જ્યારે બીજી તરફ સાઇકો કિલર પર પોલીસે કરેલા ફાયરિંગમાં મોત નિપજ્યું હતું. પોલીસે આરોપીનું ઢીમ ઢાળી દીધું હતું. જો કે સાઇકો કિલર દ્વારા થયેલા ફાયરિંગમાં ત્રણ પોલીસકર્મીને ઇજા પહોંચી છે. હાલ તમામ પોલીસ જવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અડાલજ પાસેની અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવક-યુવતી ૨૦ સપ્ટેમ્બરની મોડીરાત્રે ૧.૧૫ યુવકનો બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં ત્યારે આ વિસ્તારમાં લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા એક વ્યક્તિ દ્વારા બંન્ને પર હુમલો કરાયો હતો. જો કે યુવક દ્વારા પ્રતિકાર કરવામાં આવતા આરોપી વિપુલ પરમાર ગભરાયો હતો. તેણે છરી કાઢીને આડેધડ ઘા યુવકને માર્યા હતા. યુવકને બચાવવા જતા યુવતી પણ ઘાયલ થઇ હતી.

યુવતી અડધો કિલોમીટર સુધી ઘાયલ અવસ્થામાં મેઇન રોડ સુધી આવી હતી. જ્યાં એક દંપત્તીની મદદથી પોતાના પિતાને ઘટનાની જાણ કરી હતી. એમ્બ્યુલન્સ પણ બોલાવીહ તી. યુવતી અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. લૂટારો રોકડ, મોબાઇલ અને અન્ય મતા સાથે યુવકની કાર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે થોડે દૂર કાર બંધ થઈ જતાં મૂકીને નાસી છૂટ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.