Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારે ૭૮ દિવસનું દિવાળી બોનસ જાહેર કર્યું રેલવે કર્મચારીઓને

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળી પહેલાં જ રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે આજે ૨૪ સપ્ટેમ્બરના રોજ ૧૦.૯૧ લાખથી વધુ રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી છે. જેના માટે કેન્દ્ર સરકાર રૂ. ૧૮૬૫.૬૮ કરોડ ફાળવશે. સરકારે જણાવ્યું કે, રેલવે કર્મચારીઓને આ બોનસની ચૂકવણી દિવાળી પહેલાં જ કરવામાં આવશે.

આ બોનસનો લાભ રેલવેના ટ્રેક મેન્ટેનર, લોકો પાયલટ, ટ્રેક મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેÂક્નશિયન, ટેÂક્નશિયન હેલ્પર, પોઈન્ટસમેન, રેલવે મંત્રાલયના કર્મચારી અને અન્ય ગ્રૂપના કર્મચારીઓને મળશે. આ બોનસ મુખ્યત્વે નોન-ગેજેટેડ રેલવે કર્મચારીઓને તેમના યોગદાન અને ભારતીય રેલવેની દક્ષતા તથા પર્ફોર્મન્સમાં સુધારા માટે આપવામાં આવે છે. ગતવર્ષે આશરે ૧૧ લાખ કર્મચારીઓને બોનસ મળ્યું હતું. જેનાથી કર્મચારીઓનું મનોબળ વધ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી બેઠકમાં બોનસની જાહેરાત નિશ્ચિત છે. રેલવે કર્મચારીઓને બોનસની ચૂકવણી ઘરેલુ ખર્ચ કરવા પ્રોત્સાહન આપશે. આ તહેવારોની સીઝનમાં એક તો જીએસટી ઘટાડાનો લાભ તેમજ બોનસની લ્હાણીના કારણે સ્થાનિક વપરાશ વધવાની અપેક્ષા છે. મોદી કેબિનેટે બિહારમાં બÂખ્તયારપુર-રાજગીર-તિલૈયા સુધી રેલવેના ડબલ લેનને મંજૂરી આપી છે.

જેમાં રૂ. ૨૧૯૨ કરોડનો ખર્ચ કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, અત્યારસુધી આ સિંગલ લાઈન હોવાથી તેની ક્ષમતા મર્યાદિત હતી. ડબલ લેન થયા બાદ તેની ક્ષમતા વધશે. રેલવે મંત્રાલય અનુસાર, તેની લંબાઈ ૧૦૪ કિમી રહેશે. જે બિહારના ચાર જિલ્લાને આવરી લેશે. જેનાથી રાજગીર, નાલંદા, પાવાપુરી સહિત ટોચના શહેરો સુધી રેલવે સેવામાં સુધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.