ઝારખંડના ગુમલામાં સુરક્ષા દળોએ ત્રણ નક્સલવાદીઓને ઠાર કર્યા

રાંચી, ઝારખંડના ગુમલા જિલ્લામાં બુધવારે સવારે સુરક્ષા દળોની સાથે બુધવારે સવારે થયેલી જૂથ અથડામણમાં એક પ્રતિબંધિત માઓવાદી સંગઠનના ઓછામાં ઓછા ત્રણ નક્સલવાદી ઠાર થયા છે.
ઝારખંડ જગુઆર અને ગુમલા પોલીસ સહિત સુરક્ષા દળોની ઝારખંડ જનમુક્તિ પરિષદના માઓવાદીઓની વચ્ચે સવારે લગભગ આઠ કલાકે બિષ્ણુપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કેચકી ગામની પાસે એક વન્ય ક્ષેત્રમાં જૂથ અથડામણ થઈ હતી.
ઈન્સ્પેક્ટર જનરલ(ઓપરેશન) અને ઝારખંડ પોલીસ પ્રવક્તા માઇકલ રાજ એસે જણાવ્યું કે, જૂથ અથડામણમાં ત્રણ માઓવાદી માર્યા ગયા છે.ઘટનાસ્થળથી ત્રણ હથિયાર પણ મળી આવ્યા છે. ગુમલા જિલ્લાના પોલીસ વડા હારિસ બિન જમાને કહ્યું કે માઓવાદીઓની ઓળખ લાલુ લોહરા, સુજીત ઉરાંવ અને છોટુ ઉરાંવ તરીકે થઈ છે.
ગુમલા પોલીસને કેચકીના વન્ય ક્ષેત્રમાં આ સંગઠનના સક્રિય સભ્યો ઉપસ્થિત હોવાની ગુપ્ત માહિતી મળી હતી, ત્યાર પછી ઝારખંડ જગુઆર અને ગુમલા પોલીસ ટીમ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.આ દરમિયાન માઓવાદીઓે ફાયરિંગ શરુ કર્યું, જેનો વળતો જવાબ સુરક્ષા દળોએ આપ્યો, જેમાં ત્રણ માઓવાદી ઠાર થયા હતા.
ઝારખંડમાં આ વર્ષમાં હમણાં સુધી ૩૨ માઓવાદી માર્યા ગયા છે.છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં બુધવારે ૭૧ નક્સલવાદઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં ૩૦ નક્સલી પર કુલ રૂપિયા ૬૪ લાખના ઈનામ હતા.
દંતેવાડાના પોલીસ સુપરિનટેન્ડેન્ટ ગૌરવ રાયે જણાવ્યું કે આત્મસમર્પણ કરનાર નક્સલીઓમાં ૨૧ મહિલા સામેલ છે. આ તમામ નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ની સામે હથિયાર મૂક્યા અને ખોખલી માઓવાદી વિચારધારા પ્રત્યે નિરાશા દર્શાવી હતી.SS1MS