રિસાઈને ઘરેથી નીકળી ગયેલા ભત્રીજાને શોધવા ગયેલા કાકાનું મોત નિપજ્યું

અમદાવાદ, દસક્રોઇમાં રહેતો એક યુવક કોઇ કારણોસર ઘરેથી રિસાઈને નીકળી ગયો હતો. જેથી તેના કૌટુંબિક કાકા શોધવા નીકળ્યા હતા. યુવક જેતલપુર રોડ પર ઊભો હતો ત્યારે કાકાને જોઇને ભાગવા જતો હતો.
કાકા તેને રોકવા જતા આરોપીએ ગાડી ભગાવી મૂકી હતી અને કાબૂ ગુમાવતા કાકાને ટક્કર વાગી હતી. આરોપી તેના કૌટુંબિક કાકાને સારવાર માટે લઈ ગયો અને હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. આરોપીના કૌટુંબિક કાકાનું સારવાર દરમિયાન મોત નિપજતા અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દસક્રોઇમાં ૩૬ વર્ષીય કરણસિંહ દરબાર પરિવાર સાથે રહેતા હતા.
ગત સોમવારે કરણસિંહના પત્નીએ દિયરને ફોન કર્યાે હતો અને જાણ કરી કે કૌટુંબિક ભત્રીજો યોગેશસિંહ ઘરેથી રિસાઇને નીકળી ગયો હોવાથી શોધવા જાય છે. કરણસિંહ તેમના ભત્રીજાને શોધવા નીકળ્યા હતા.
આ દરમિયાનમાં રાત્રે યોગેશસિંહ જેતલપુર રોડ પર દેખાતા કરણસિંહ ઊભા રહ્યા ત્યારે યોગેશસિંહ ગાડી લઇને ત્યાંથી નીકળવા જતો હતો ત્યારે કરણસિંહે તેને ઈશારો કરીને ઊભા રહેવાનું કહેતા યોગેશસિંહે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કરણસિંહને ગાડીની ટક્કર વાગતા તેમને ઈજા થતા યોગેશસિંહ જ તેના કાકાને સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ ગયો હતો.
જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. દરમિયાન યોગેશસિંહ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. શાહપુરમાં રહેતા રિતેષભાઇ બોડાણા ગત સોમવારે તેમના ફુવા કાળીદાસ પઢિયાર સાથે ભાત ગામ પાસે ફેબ્રિકેશનના કામ માટે ગયા હતા. કામ પતાવીને બંને ઘરે જવા નીકળ્યા હતા. બંને લોકો સરખેજથી શાહપુર જવા રિક્ષામાં બેઠા હતા.
જુહાપુરા વિસ્તારમાં પહોંચ્યા ત્યારે રિક્ષાચાલકે ઓવરસ્પીડ અને ગફલતભરી રીતે રિક્ષા હંકારતા પલટી ખાઇ ગઇ હતી. રિક્ષા નીચે ચગદાઇ જવાને કારણે કાળીદાસ પઢિયારનું મોત નિપજ્યું હતું. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS