Western Times News

Gujarati News

રજત બેદીની દીકરી સોશિયલ મીડિયાની નવી ‘ક્રશ’ બની

મુંબઈ, હાલમાં જ ‘ધ બેડ્‌સ ઓફ બોલિવૂડ’ના પ્રીમિયરમાં બોલિવૂડના અનેક સેલેબ્રિટીએ હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં સીરિઝનો એક્ટર રજત બેદી પણ પહોંચ્યો હતો. રજત તેના પરિવાર સાથે આ પ્રીમિયર પર જોવા મળ્યો હતો.

આ બધા સ્ટાર્સ વચ્ચે રજત બેદીની દીકરી વીરા બેદીએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. લોકોને વીરા સુંદર જ નહીં પણ બોલિવૂડની ટોપ એક્ટ્રેસ કરીના કપૂરની કોપી પણ લાગી રહી છે.

કેટલાક લોકોનું અનુમાન છે કે બેદી પરિવારનો સંબંધ રાજેશ ખન્નાના પરિવાર સાથે પણ છે.શાહરૂખના દીકરા આર્યન ખાનના ડેબ્યુ શો ‘ધ બેડ્‌સ ઓફ બોલિવૂડ’ના પ્રીમિયર પર રજત તેની વાઈફ મોનાલિસા બેદી, દીકરો વિવાન બેદી અને દીકરી વીરા બેદી સાથે પહોંચ્યો હતો. આ ખાસ પ્રસંગે સૌની નજર દીકરી વીરા પર અટકી રહી હતી.

રજતનો મનમોહક અંદાજ જોઈને અનેક લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. વીરાની ઉંમર ૧૮ વર્ષ છે, તેનો જન્મ ૧૨ ફેબ્›આરી ૨૦૦૭ના રોજ થયો હતો. રિપોટ્‌ર્સ પ્રમાણે વીરા બાકી સ્ટાર-કિડ્‌સથી અલગ છે. તે ગ્લેમરની દુનિયાથી અલગ છે.

તે હાલમાં તેના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રિપોટ્‌ર્સ પ્રમાણે, વીરા લાઈમલાઇટથી પૂરી રીતે દૂર રહે છે. જો કે તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ક્યારે ડેબ્યૂ કરશે, તે ફિલ્મી દુનિયામાં આવશે કે નહીં તેની વિશે કોઇ માહિતી હજી સુધી સામે નથી આવી.વીરા આમ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પણ તેણે તેની પ્રોફાઇલ પ્રાઇવેટ રાખી છે. જો કે, સોશિયલ મીડિયામાં તેની અમુક તસવીરો ખૂબ વાઇરલ થઈ રહી છે.

રજત બેદીએ પણ તેના એકાઉન્ટ પર પરિવાર સાથેના ફોટા શેર કર્યા હતા. જેમા વીરા તેની માતા મોનાલિસા બેદી અને ભાઈ સાથે જોવા મળી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે રજત બેદીનો દીકરો વિવાદ બેદી પણ એક્ટર વેદાંગ રૈના જેવો દેખાય છે અને તેની દીકરી નાઓમિકા સરન જેવી લાગે છે.

જણાવી દઈએ એક નાઓમિકા રિંકી ખન્નાની દીકરી છે, જ્યારે રિંકી ખન્ના રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી છે. અમુક લોકોનું કહેવું છે કે કરીના જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારે તે પણ વીરા જેવી દેખાતી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.