નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમનીમાં કિંગ ખાને ફરી દિલ જીત્યા

મુંબઈ, બોલિવૂડના ‘કિંગ ખાન’ અને રાની મુખર્જીને તેમની કારકિર્દીનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. મંગળવારે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજીત ૭૧મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં બંનેને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ સમારોહના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં શાહરૂખ રાનીની સાડીનો પાલવ ઠીક કરતો, તેના વાળ વ્યવસ્થિત કરતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયો સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે અને યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપવા લાગ્યા. એક યુઝરે લખ્યું, ‘શાહરુખ ખાનથી મોટો કોઈ સજ્જન નથી. દરેક વખતે.’
બીજા યુઝરે કોમેન્ટ કરી, ‘જેન્ટલમેન.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘કુછ કુછ હોતા હૈ’ની યાદો પાછી આવી ગઈ.’ ચોથા યુઝરે પૂછ્યું, ‘તમે કેટલી વાર એકનું દિલ જીતી શકશો?’ બીજા ઘણા લોકોએ પણ એક્ટરની પ્રશંસા કરી હતી.શાહરૂખ ખાનને ફિલ્મ ર્રૂે ‘જવાન’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. સમારંભ દરમિયાન એક્ટરની દીકરી સુહાના ખાને, શાહરૂખ ખાનનો સિલ્વર લોટસ એવોર્ડ પહેરેલો ફોટો પોસ્ટ કર્યાે.
કેપ્શનમાં લખ્યું કે, ‘તમે હંમેશા કગો છો કે, તમે સિલ્વર ક્યારેય જીત્યો નથી અને ગોલ્ડ હંમેશા હાર્યાે છે. પણ આ સિલ્વર ગોલ્ડ છે…તમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત થતો જોઈને અમારું હૈયું ભરાઈ ગયું છે. અભિનંદન પપ્પા. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.’SS1MS