“એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ

Ahmedabad, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટો
અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં તમામ બ્રાન્ચ રેલ અધિકારીઓ, અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” સંકલ્પ અંતર્ગત શ્રમદાન કરીને સ્ટેશન પરિસરની વ્યાપક સફાઈ કરી અને સમગ્ર પરિસરને સ્વચ્છ બનાવ્યો. સૌએ સંકલ્પપૂર્વક એક દિવસ, એક કલાકનું સામૂહિક શ્રમદાન કરીને સ્ટેશન પરિસરની વ્યાપક સફાઈ કરી અને પરિસરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું
શ્રમદાન બાદ મંડળ રેલ પ્રબંધક દ્વારા સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે સ્ટેશન પરિસરની સ્વચ્છતા વ્યવસ્થા, શૌચાલયોની કાર્યક્ષમતા, પીવાના પાણીની ઉપલબ્ધતા, પ્રતિક્ષાલયોની હાલત
અમદાવાદ સ્ટેશન ની સાથે-સાથે નવી અને જૂની રેલવે કોલોની સાબરમતી, વટવા રેલવે કોલોની, મહેસાણા રેલવે કોલોની તેમજ મંડળ રેલવે હોસ્પિટલ, સાબરમતીમાં પણ શ્રમદાન કરવામાં આવ્યું. આ સ્થળોએ રેલકર્મીઓ અને પરિવારજનો એ મળીને સફાઈ કરી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
“સ્વછતા હી સેવા પખવાડિયા” અંતર્ગત આયોજિત આ અભિયાન માત્ર સ્ટેશન અને કોલોનીઓની સફાઈ સુધી સીમિત ન રહી, પરંતુ તેમાં સૌને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા સામૂહિક જવાબદારીની ભાવનાને પણ પ્રોત્સાહિત કરવામાં આવી.