મહાત્મા ગાંધીની સ્વદેશી રાજનિતિનો ચક્રવ્યુહ અને આજના PM મોદીની વ્યુહાત્મક સ્વદેશી રાજનિતિના નવયુગના મંડાણ ?!

“અત્યંત પ્રમાણિકતાથી વ્યાપાર કરવો બેશક કઠિન છે, પણ અશકય તો નથી જ” – મહાત્મા ગાંધી !!
મહાત્મા ગાંધીએ “સ્વદેશી અપનાવવાની વાત કરી” કેમ કે, બ્રિટીશરોની આર્થિક તાકાત તોડવી જરૂરી હતી ! જેથી આઝાદીનો માર્ગ ખુલ્લો થાય !
આઝાદ ભારત માટે મહાત્મા ગાંધીની સ્વદેશી રાજનિતિનો ચક્રવ્યુહ અને આજના નરેન્દ્રભાઈ મોદીની વ્યુહાત્મક સ્વદેશી રાજનિતિના નવયુગના મંડાણ ?! મજબુરી કે આધુનિક રાષ્ટ્રવાદ ?!
તસ્વીર મહાત્મા ગાંધીની છે ! તેમના ડાબા અને જમણા હાથ સમા પંડિત જવાહરલાલ નહેરૂ અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ છે ! ગાંધીના શબ્દોના એ પ્રમાણિક અનુયાયી હતાં ! અને ગાંધીજીના આ બે ભરોસા પાત્ર સાક્ષીઓ હતાં અને ગાંધી વિચારધારાના મુખ્ય સિધ્ધાંતો અહિંસા, માનવતાવાદ, એકતાના સમર્થક હતાં ! આઝાદ ભારતમાં પંડિત જવાહરલાલ નહેરૂ પ્રથમ કોંગ્રેસી વડાપ્રધાન હતાં !
જયારે આઝાદ ભારતના પ્રથમ કોંગ્રેસી ગૃહમંત્રીશ્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતાં ! જે સાથે નાયબ વડાપ્રધાન પણ હતાં ! દેશામાં જ આધુનિક ઔદ્યોગ કરવાની શરૂઆત આ બન્ને મહાનુભાવોએ કરી ! બન્ને નેતાઓ એકબીજા સાથે વિચાર-વિમર્શ કરીને દેશને ચલાવ્યો ! અને તેમની વિદેશી નિતિમાં પણ “સ્વદેશી રાજ” હતું ! પરંતુ સમય સાથે સાદગી ! સ્વદેશી નિતિ ! પ્રમાણિકતા ! રાજનિતિમાંથી વિદાય લીધી !
ખાદી અને ગાંધી ટોપીએ વિદાય લીધી ! પોતડી પહેરી વિદેશ પ્રવાસ કરનાર મહાત્મા ગાંધીના યુગની શરૂઆત થઈ ! પરંતુ મહાત્મા ગાંધીની સાદગી, સરળતા, માનવ મૂલ્યોમાં, મૂલ્યનિષ્ઠ સ્વદેશી રાજનિતિ, અહિંસક રાજનિતિ તરફ દેશે પાછા ફરવું પડે એવો મહોલ સર્જાયો છે !
ત્રિરંગાની શાન જાળવવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરી સ્વદેશી રાજનિતિની વાત કરી છે ! વિદેશી રાષ્ટ્રો એકબીજાનું નાક દબાવીને આર્થિક રાજનિતિ ચલાવતા થતા અમેરિકાએ ભારત પર ઉંચો ટેરિફ નાંખતા હવે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી તરફ વળવા પ્રજાને હાંકલ કરી છે! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
મહાત્મા ગાંધીને અહિંસાવાદી, સાદગી અને મૂલ્યનિષ્ઠ માનવતા વાદી પંડિત જવાહરલાલ નહેરૂ અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ડાબા-જમણા હાથે ગાંધીને વૈશ્વિક નેતા બનાવી દીધા !!
અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું છે કે, “જે લોકો શાંત ક્રાતિને અશકય બનાવી દે છે, એ લોકો હિંસક ક્રાંતિને આવતી રોકી શકતા નથી”!! મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, “અત્યંત પ્રમાણિકતાથી વ્યાપાર કરવો બેશક કઠિન છે, પરંતુ અશકય તો નથી જ”!! મહાત્મા ગાંધી બહું સમજદાર નેતા હતાં !
એમણે અહિંસક લડતની વાત કરી કારણ કે, હિંસક આંદોલનને બ્રિટીશ સરકાર હિંસાથી કચડી નાંખવામાં સફળ થાત ! મહાત્મા ગાંધીએ “સ્વદેશી અપનાવવાની વાત કરી” કેમ કે, બ્રિટીશરોની આર્થિક તાકાત તોડવી જરૂરી હતી ! જેથી આઝાદીનો માર્ગ ખુલ્લો થાય !
મહાત્મા ગાંધીના રાજનિતિ અને સમાજનિતિના મૂલ્યો સમજીને સ્વદેશી આધુનિક લોકશાહી ભારતની રચના કઈ રીતે શકય છે ?! એ હવે ભારતીય બુÂધ્ધજીવીઓ. અને આધુનિક યુગના પ્રગતિશીલ યુવાનોએ વિચારવાની કેમ જરૂર છે ?!
મહાત્મા ગાંધી એ બેરિસ્ટર મોહનલાલ કરમચંદ ગાંધી હતાં ! મહાત્મા ગાંધી અગાઉ વકીલાત કરતા હતાં ! દક્ષિણ આફ્રિકાની અદાલતોમાં વકીલાત કરી હતી ! ઈંગ્લેન્ડમાં બેરિસ્ટર થઈ આવ્યા પછી તેમણે ભારતના લોકોની આર્થિક અને રાજનૈતિક આઝાદી માટે અહિંસક આંદોલનનો ધનુષ્યટંકાર કરીને સ્વદેશી જાગરણ અભિયાન ચલાવી વિદેશી માલનો બહિષ્કાર કરી બ્રિટીશ રાજની આર્થિક કમર તોડી નાંખવામાં મહાત્મા ગાંધી સફળ થયા હતાં !
મહાત્મા ગાંધીએ ૧૨ મી માર્ચે દાંડી માર્ગનો પ્રારંભ કર્યાે એ પૂર્વે વર્ષ ૧૯૩૦ ની ર જી (બીજી) માર્ચે વાઈસરોયને એક વિસ્તૃત પત્ર લખ્યો હતો જેમાં નવ દિવસ પછી મીઠાનો સત્યાગ્રહ કરી સવિનય કાનૂન ભંગ કરવાની ચીમકી આપી હતી ! તેઓ વાઈસરોયને સ્પષ્ટ જણાવ્યું હતું કે, અંગ્રેજોએ એવા પ્રકારનું તંત્ર ગોઠવ્યું છે કે દેશ વધારે પ્રમાણે શોષણનો ભોગ બની રહ્યો છે !
સાંસ્કૃતિક પાયાને ભારે નુકશાન થઈ રહ્યું છે ! મહાત્મા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, મને લાગે છે કે હિન્દુસ્તાનને તુરતમાં જ સ્થાનિક સ્વરાજય આપવાની બ્રિટનની દાનત જ નથી ! ગાંધીએ તે વખતે બ્રિટીશરોને કહ્યું હતું કે, રાજની આવક ભારે ફાળો આપનાર જમીન મહેસૂલનો બોજો પ્રજાને કચડી નાંખનારો છે ! સ્વતંત્ર ભારતમાં એમાં ઘણો ફેરફાર થવો જોઈએ !!
ગાંધીએ સવાલ ઉઠાવેલો કે પ્રજાને જેના વગર ચાલે નહીં એવી રોજની જરૂરિયાતની ચીજ એવી “મીઠા” ઉપર કરનો બોજો કઈ રીતે લદાયો છે ?! અને ભારતની ગરીબ પ્રજા ઉપર જ પડે છે ! મીઠું એવી વસ્તુ છે જે અમીર કરતા ગરીબ વધારે ખાય છે ! દારૂ અને કૈફી ચીજ વસ્તુઓની આવક પણ ગરીબ વર્ગ પાસેથી જ મળે છે !
જયારે મહાત્મા ગાંધીએ પોતાની વાત બ્રિટીશરો સમક્ષ મુકી ત્યારે એ પણ ખુલાસો કર્યાે કે, આ રજૂઆત ધમકી રૂપે નથી ?! સત્યાગ્રહ સરળ અને પવિત્ર ધર્મના પાલન અંગે છે ! નોંધનીય વાત એ પણ છે કે, મહાત્મા ગાંધીનો પત્ર / રજૂઆત અંગ્રેજ યુવક રોજિનાલ્ડ રેનાલ્ડસે કર્યું હતું ! અને અંતે મહાત્મા ગાંધીએ ૧૨ મી માર્ચ ૭૮ ના દિવસે આશ્રમવાસીઓએ સાબરમતીથી દાંડીની કૂચનો આરંભ કર્યાે !
૨૪ દિવસમાં ૪૦૦ માઈલની મંઝીલ કાપી દાંડી પહોંચ્યા ! ત્યારે સત્યાગ્રહીઓની સંખ્યા ૧૦૦૦ થઈ ગઈ હતી ! અહિંસક આંદોલનનું આ ઉમદા ઉદાહરણ છે ! મીઠા પર તો આપણીઆજની સરકારો પણ ટેક્ષ લે છે ?! હવે વિદેશી વસ્તુઓના આગ્રહની વાત મજબુરીમાં શરૂ થઈ છે ! જયારે મહાત્મા ગાંધી સૈધ્ધાÂન્તક “ધર્મયુદ્ધ” નો પ્રારંભ કરેલ હતો !
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.