Western Times News

Gujarati News

ન્યાયાધીશોના અભિપ્રાયો માટે કે ચૂકાદાઓ માટે તેમને કથિત સોશિયલ મિડીયાને નામે “ટ્રોલ” ન કરી શકાય !

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો હોય કે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો હોય કે પ્રતિભાશાળી નિરીક્ષકો હોય, તેમને તેમના દુરંદેશી વિચારો માટે સોશિયલ મિડીયાના ઉપયોગથી કથિત રીતે ટૂંકા દ્રષ્ટિકોણ વાળા “ટ્રોલ” કરી પોતાની માનસિક દરિદ્રતા છતી નથી કરી રહ્યાં ?!

વૈજ્ઞાનિકો, ન્યાયાધીશો, ર્ડાકટરો, પત્રકારો અને કર્મશીલ સમાજ સેવકો એમનો અભિપ્રાય, અવલોકનો, સમિક્ષાઓ એ ફકત મગજ સાથે જોડાયલા હોતા નથી ! પણ “આત્મચિંતન અને હૃદય સાથે જોડાયેલા હોય છે” ! જે શોશિયલ મિડીયાના એક્ટિવિસ્ટની કયારેક સમજની બહાર હોય છે !

તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! બાજુની ઈન્સેન્ટ તસ્વીર ભારતના ચીફ જસ્ટીસ બી. આર. ગવાઈની છે ! તેઓ દેશના બંધારણ વાદની ભાવનાના સમર્થક છે અને રખેવાળ છે ! તેમને એક ખંડિત મૂર્તિ અંગે કરેલા અવલોકન બદલ સોશિયલ મિડીયાના કથિત વધારે પડતા જ્ઞાનિ અને બુધ્ધિશાળી સોશિયલ મિડીયાના એક્ટિવિસ્ટોએ “ટ્રોલ” કરતા ચકચાર મચી ગઈ હતી !

અને જે ચીફ જસ્ટીસ બી. આર. ગવાઈને ઓળખતા હતાં તેમણે કહ્યું કે, “ચીફ જસ્ટીસ બી. આર. ગવાઈ તો દરેક મંદિરોમાં જાય છે ! વ્યક્તિ ગમે તે ધર્મમાં માને ! ગમે તે ઈશ્વર ઉપર શ્રધ્ધા રાખે એ એની અંગત બાબત છે”! પણ ન્યાયાધીશ તરીકેનો અભિપ્રાય “ટ્રોલ” ને પાત્ર નથી ! એ એમની બંધારણીય ફરજનો ભાગ છે ! આ કથિત શોશિયલ મિડીયાના કથિત રીતે વધારે પડતા બુધ્ધિશાળી લોકોએ સમજી લેવું જોઈએ આ એક કડવું સત્ય છે !

એક વકીલશ્રીએ આ ઘટન અંગે રસપ્રદ ટકોર કરી હતી કે, “શ્રીમદ્દ ભાગવદ્દગીતામાં શ્રી ક્રિશ્ને આપેલા અદ્દભૂત જ્ઞાન સમયે શોશિયલ મિડીયાના કથિત બુÂધ્ધજીવી એક્ટિવિસ્ટો નહોતા નહીં તો શ્રી ક્રિશ્નને ટ્રોલ કર્યા હોત !! કારણ કે શ્રી ક્રિશ્ને કહ્યું હતું કે ઉત્તરદાયિત્વ – કર્તવ્ય એ ધર્મ છે”! તેમણે હિન્દુ કે અન્ય સાંપ્રદાયિક ધર્મની વાત કરી નહોતી ! તસ્વીરમાં વચ્ચે શ્રી ક્રિશ્ન અર્જુનને યુદ્ધ ભૂમિ ઉપર ઉપદેશ આપી દુનિયાને ગીતાનું જ્ઞાન આપ્યું હતું ! તેની તસ્વીર છે!

જયારે છેલ્લી તસ્વીર ભારતના લોકોની આઝાદીના પ્રતિક સમા ત્રિરંગાની છે ! આપણે આઝાદીનું રક્ષણ કરતા ન્યાયાધીશોની પડખે ઉભા રહેવાનું છે ! એ જ આપણું કર્તવ્ય છે !!!!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

“તમે શ્રી પરમેશ્વરની સમકક્ષ ન બની જાઓ ત્યાં સુધી પરમેશ્વરને સમજી નહીં શકો” – નુયુર્ડાેનો બ્રુનો !!

“આજકાલ અધુરો ઘડો વધારે છલકાય”! એ કહેવતને સાર્થક કરતા અનેક સોશિયલ મિડીયાનો ઉપયોગ કરનારા કયારેક પોતાની અજ્ઞાનતાને લઈને દિર્ઘદ્રષ્ટિકોણ વાળા પુખ્ત અભિપ્રાયોને “ટ્રોલ” કરતા વકીલો તેમની સામે સુઓમોટો કાર્યવાહી કરી ન્યાયતંત્રની રક્ષા કરશે ?!

ઈટાલિયન તત્વજ્ઞાની અને વૈજ્ઞાનિક નુયુર્ડાેનો બ્રુનો કહે છે કે, “તમે શ્રી પરમેશ્વરની સમકક્ષ ન બની જાઓ ત્યાં સુધી શ્રી પરમેશ્વરને સમજી નહીં શકો”!! જયારે મહાન ગ્રીક વૈજ્ઞાનિક એરિસ્ટોટલ કહે છે કે, “ફિલોસોફી એ એવું વિજ્ઞાન છે, જે સત્યને જ પિછાણે છે”!!

વૈજ્ઞાનિકો, ન્યાયાધીશો, ર્ડાકટરો, પત્રકારો અને કર્મશીલ સમાજ સેવકો એમનો અભિપ્રાય, અવલોકનો, સમિક્ષાઓ એ ફકત મગજ સાથે જોડાયલા હોતા નથી ! પણ “આત્મચિંતન અને હૃદય સાથે જોડાયેલા હોય છે” ! જે શોશિયલ મિડીયાના એક્ટિવિસ્ટની કયારેક સમજની બહાર હોય છે !

આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સી એ તેમને સાદુ જ્ઞાન આપી શકે પણ તેમને બૌÂધ્ધક રીતે જીનીયસ કેટલું બનાવી શકે ?! માટે વૈજ્ઞાનિકો, ન્યાયાધીશો, ર્ડાકટરો, પત્રકારો અને સમાજ સેવકો, કર્મશીલોને તેમના અભિપ્રાય માટે “ટ્રોલ” ન કરી શકાય ! જયારે કોણ શું કહેવા માંગે છે

એ તમે સમજી જ નથી શકયા તો તમે “ટ્રોલ કરનારા” શોશિયલ મિડીયાના વર્કરોને આવી કથિત મુર્ખામી કરવાની સત્તા કોણે આપી ?! કેમ કોઈ વ્યક્તિને લોકશાહી દેશમાં પોતાનો અભિપ્રાય મુકવાની આઝાદી નથી ?! સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈ અને સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડને તેમના દુરંદેશી અભિપ્રાય માટે “ટ્રોલ” કરવામાં આવેલા ?! આ કથિત મુર્ખામી જ છે ને ?!

ગુજરાત હાઈકોર્ટ કે ભારતની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો એ દેશની બંધારણીય ન્યાય મંદિર બિરાજમાન સંવેદનશીલ, પ્રતિભાશાળી અને જ્ઞાનિ ન્યાયાધીશો છે ! એ દેશના બંધારણનો તુલનાત્મક અભ્યાસ કરી સામાજીક એકતા, લોકશાહી અને અખંડ ભારતને મજબુત કરી કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાની જવાબદારી સંભાળે છે ! ત્યારે કથિત બાલિશ અભિપ્રાયો સાથે શોશિયલ મિડીયા પર એકટિવ રહેતા કેટલાક પોતાની બુÂધ્ધને “ટ્રોલ” કરવાને બદલે ન્યાયાધીશ કક્ષાને વ્યક્તિને “ટ્રોલ” કરે છે ! ત્યારે વકીલો કેમ ચુપ રહે છે ?!

બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે સરસ કહ્યું છે કે, “પવનની સાથે તણાવાથી નહીં પવન વિરૂધ્ધ હોય ત્યારે જ પતંગો આભને આંબે છે”!! શોશિયલ મિડીયા પર
કથિત એક્ટિવિસ્ટો એ વાત સમજી લેવાની જરૂર છે કે, “ન્યાયાધીશો” એ બંધારણીય સત્તાની રૂઈએ સામાન્ય નાગરિકોને ન્યાય અપાવવા બેઠા છે ! તેઓએ દેશના બંધારણ મુજબ ચૂકાદાઓ આપવાના છે ! લોકોની આઝાદી અને માનવ અધિકારનું રક્ષણ કરવાનું છે !

નાગરિકોની સ્વાતંત્ર્ય અને લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરતા, કરતા દેશમાં કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાનું છે ! ત્યારે ન્યાયાધીશોના અભિપ્રાયો માટે કે ચૂકાદાઓ માટે કે તેમના અવલોકનો માટે તેમને કથિત સોશિયલ મિડીયાને નામે “ટ્રોલ” ન કરી શકાય ! તમે બંધારણના પરિપ્રેક્ષ્યમાં રહીને પોતાનો અલગ અભિપ્રાય જરૂર મુકી શકો ! પણ તમે ન્યાયાધીશ નથી એ વાત યાદ રાખવી પડે ?!

ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બે રસપ્રદ કેસો આવેલા જેમાં એક કેસમાં એવો આક્ષેપ હતો કે “એક મુસ્લિમ આરોપી અને તેના ૧૪ સાગરિતોએ ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની હત્યાનું કાવતરૂં ઘડવા અને તાલીમ લેવા મુખ્ય આરોપી પાકિસ્તાન ગયો હતો ! અને રિવોલ્વર સાથે ક્રાઈમ બ્રાન્ચે આક્ષેપ મુકી પકડયો હતો”!! આ કેસમાં બચાવ પક્ષના વકીલ ફોજદારી કોર્ટના શ્રી બી. એમ. ગુપ્તા હતા !

સામે વિદ્વાન ન્યાયાધીશ શ્રી બી. એન. જાની સાહેબ હતાં ! શહેર ક્રાઈમ બ્રાન્ચે મુકેલા કેસમાં એવો આક્ષેપ હતો કે મુસ્લિમ આરોપી સમજોતા એકસપ્રેસમાં બેસી પાકિસ્તાન જઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીની હત્યા કરવાનું કાવતરૂ રચી આવેલો ! મજાની વાત એ હતી કે ક્રાઈમ બ્રાન્ચે જે કેસ મુકેલો એમાં આરોપી સમજોતા એકસપ્રેસમાં ગયો એવું દર્શાવેલ અને એ દિવસે સમજોતા એકસપ્રેસ પાકિસ્તાનથી આવતી હતી !

આ અને આવા પ્રકારના આક્ષેપોનુર્‌ ન્યાયાધીશ શ્રી બી. એન. જાની સાહેબે અવલોકન કરી ૧૪ દે ૧૪ આરોપીને નિર્દાેષ ઠરાવી છોડી મુકયા ?! સરકાર ગુજરાત હાઈકોર્ટમાં ગઈ ! જસ્ટીસ શ્રી એસ. ડી. દવેએ સેશન્સ કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો પછી શું થયું ?!

ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઈ ! ભારતની સુપ્રિમ કોર્ટે ગુજરાતની સેસન્સ કોર્ટનો, ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો ગ્રાહ્ય રાખ્યો ! તે તમામ આરોપીઓને કેસમાંથી ડીસ્ચાર્જ થયા ?! આવો જ એક કેસ ગુજરાત હાઈકોર્ટમાંથી સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો ! જેમાં એક મુસ્લિમ યુવક પાકિસ્તાનથી ભારત લગ્ન પ્રસંગે આવ્યો હતો ! પોલીસે પેલા યુવક સામે ભારતમાં નકલી નોટો છાપવાનો આક્ષેપ મુકી જેલમાં પુરી દીધો હતો !

આ યુવકને શેસન્સ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક છોડી મુકીને તેને તેનો પાસપોર્ટ આપી દેવા હુકમ કર્યાે હતો ! પણ સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઈ ! સુપ્રિમ કોર્ટે પાકિસ્તાનથી લગ્ન પ્રસંગમાં આવેલા યુવકને તાત્કાલિક છોડી મુકી પાકિસ્તાન જવાની વ્યવસ્થા કરવા પાસપોર્ટ પરત આપવા હુકમ કર્યાે હતો !

આ છે ગુજરાત હાઈકોર્ટની યશકલગી અને આ છે ભારતની સુપ્રિમ કોર્ટનો ગૌરવવંતો ઈતિહાસ ! માટે નિડર, સંવેદનશીલ, કાબેલ ન્યાયાધીશોને તેમના અવલોકનો બદલ “ટ્રોલ” ન કરી શકાય !

આવા “ટ્રોલ” કરનારા સોશિયલ મિડીયા સામે વકીલોએ સંગઠિત થઈ કેસ મુકે ત્યારે આવા દરિદ્ર અભિપ્રાયો અભિવ્યક્ત કરનારા સોશિયલ મિડીયાના એક્ટિવિસ્ટો સામે ન્યાયાધીશો સ્વતંત્ર રીતે પોતાનું અવલોકન કરવાની બંધારણીય સત્તા ધરાવે છે ! એ કોઈએ ના ભુલવું જોઈએ !!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.