Western Times News

Gujarati News

કાઈનેટિક ગ્રીન દ્વારા ઈ લુના પ્રાઈમ લોન્ચ કર્યુઃ રેન્જ 140કિમી – કિંમત જાણીને ચોંકી જશો

કાઈનેટિક ગ્રીન દ્વારા ઈ લુના પ્રાઈમ રજૂઃ ભારતના કમ્યુટર મોટરસાઈકલ સેગમેન્ટ માટે ઘડવામાં આવેલી ક્રાંતિકારી ઈલેક્ટ્રિક 2W

નવી E Luna Prime માં 16-ઇંચના એલોય વ્હીલ્સ, ડિજિટલ ક્લસ્ટર અને પ્રીમિયમ સૌંદર્ય શાસ્ત્ર છે, જે ભારતના કોમ્યુટર સેગમેન્ટને લક્ષ્ય બનાવે છે અને તેની માલિકીનો કુલ ખર્ચ દર મહિને માત્ર Rs. 2,500 છે.

પુણે, 25મી સપ્ટેમ્બર, 2025:  ભારતના ઇલેક્ટ્રિક ટુ- અને થ્રી-વ્હીલર્સના અગ્રણી ઉત્પાદક, કાઇનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડે આજે ઇલુના પ્રાઇમના લોન્ચની જાહેરાત કરી, જે ખાસ કરીને ભારતના વિશાળ કોમ્યુટર સેગમેન્ટ માટે રચાયેલ હેતુ-નિર્મિત ઇલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન છે.

ઇલુના પ્રાઇમ એક પ્રગતિશીલ ઉકેલ રજૂ કરે છે જે શહેરી અને ગ્રામીણ બંને વાતાવરણમાં સસ્તું છતાં મહત્વાકાંક્ષી, વ્યવહારુ છતાં પાવર-પેક્ડ, ઉપયોગી અને વિશ્વસનીય વ્યક્તિગત પરિવહન શોધતા લાખો લોકોની અપૂર્ણ જરૂરિયાતોને સીધી રીતે પૂર્ણ કરવા માટે અત્યાધુનિક ઇલેક્ટ્રિક વાહન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

લોન્ચ થઈ ત્યારથી જૂજ મહિનામાં 25,000થી વધુ યુનિટ્સના વેચાણ સાથે પ્રતીકાત્મક બ્રાન્ડ ઈ લુનાના વારસાની ઉત્તમ સફળતા પર નિર્મિત કાઈનેટિક ગ્રીને ઈ-લુના પ્રાઈમના લોન્ચ સાથે ભારતના વિશાળ પ્રવેશ સ્તરીય કમ્યુટર મોટરસાઈકલમાં પ્રવેશ કર્યો છે, જે આ ગ્રાહક વર્ગને યોગ્ય સમાધાન પૂરું પાડવા માટે કસ્ટમાઈઝ્ડ કરાઈ છે.

ભારતની વૃદ્ધિની ગાથામાં અસલી સૂત્રધાર તરીકે સ્થાન પ્રાપ્ત કરનારી ઈ-લુના પ્રાઈમનું લક્ષ્ય 75 કરોડ ભારતીયો, એટલે કે, ટુવ્હીલર વસાવી નહીં શકનારા વસતિના આશરે 50 ટકા માટે પર્સનલ મોબિલિટી પહોંચાડવાનું છે. સર્વ માર્ગો પર દોડી શકે તે રીતે ઘડવામાં આવેલી ઈ-લુના પ્રાઈમમાં મજબૂત 16 ઈંચ એલોય વ્હીલ્સ છે, જે અસમાન અને પડકારજનક રસ્તાઓ પર પણ ઉત્તમ સ્થિરતા અને ટકાઉપણું પ્રદાન કરે છે.

પરફોર્મન્સ ઉપરાંત ઈ-લુના પ્રાઈમ માલ વહન કરવા માટે આગળ મોકળાશભરી લોડિંગ જગ્યા સાથે રોજબરોજની વ્યવહારુ જરૂરતોને પહોંચી વળે છે, જે વિશિષ્ટતા પારંપરિક મોટરસાઈકલોમાં મોટે પાયે નથી, જેથી ઈ-લુના પ્રાઈમ ભારતના વિશાળ પ્રવાસી વર્ગ માટે આદર્શ પસંદગી બનાવે છે.

ઈ-લુના પ્રાઈમે ડિઝાઈન અને ફંક્શનાલિટીમાં મોટું પગલું લીધું છે, જેમાં બ્રાઈટ LED હેડલેમ્પ, સ્પોર્ટી કમ્ફર્ટેબલ સિંગલ સીટ, સ્ટાઈલાઈઝ્ડ ડિજિટલ રંગનું ઈન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર, અસરકારક ફ્રન્ટ વાઈઝર, ટ્રેન્ડી રિમ ટેપ, સમકાલીન બોડી ડિકેલ્સ, સિલ્વર ફિનિશ સાઈડ ક્લેડિંગ અને વિશ્વસનીય ટ્યુબલેસ ટાયરોનો સમાવેશ થાય છે, જે સર્વ બજારમાં મજબૂત સ્વીકાર્ય સ્થાપિત કરી ચૂકેલા સિદ્ધ ઈ-લુના મંચ સાથે સહજ રીતે જોડવામાં આવ્યા છે.

ઈ-લુના પ્રાઈમ 110 કિમી અને 140 કિમી રેન્જમાં 2 પ્રકારમાં ઓફર કરાય છે, જેની કિંમત Rs. 82,490 (એક્સ- શોરૂમ) રખાઈ છે. ઈ-લુના પ્રાઈમ 6 અજોડ રંગોમાં મળશે અને તમારી નજીકની કાઈનેટિક ગ્રીન ડીલરશિપ ખાતે વેચાણ માટે ઉપલબ્ધ છે.

ઈ-લુના પ્રાઈમ શહેરી અને ગ્રામીણ ભારતની વધતી મોબિલિટીની જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરાઈ છે, જે સક્ષમ, ટકાઉ અને ખર્ય કિફાયતી રોજિંદું પ્રવાસ સમાધાન પ્રદાન કરીને ગ્રીન મોબિલિટી માટે વધતી માગણી સાથે સુમેળ સાધે છે. સંપૂર્ણ નવી પ્રાઈમ આધુનિક ફીચર્સ અને ઉત્કૃષ્ટ કમ્ફર્ટ સાથે બહેતર રાઈડિંગ અનુભવ પ્રદાન કરવા માટે ઘડવામાં આવી છે.

પર્સનલ મોબિલિટીના 75 કરોડથી વધુ ઈચ્છુકો અને 2Wની લગભગ 50 ટકા પહોંચ સાથે ઈ-લુના પ્રાઈમ કિફાયતી અને સક્ષમ પર્સનલ મોબિલિટી માટે વધતી માગણીને પહોંચી વળવા માગે છે. આ મોટરસાઈકલ ખર્ચ કિફાયતી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર છે, જે વ્યૂહાત્મક રીતે 100cc અને 110cc ICE મોટરસાઈકલો સામે વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવી છે અને નોંધપાત્ર રીતે નાણાકીય ફાયદા આપે છે.

એક પારંપરિક ICE પેટ્રોલ આધારિત ટુવ્હીલરની કિંમત અંદાજે માસિક Rs. 7500 છે, જેમાં Rs. 2200 (ઈએમઆઈ) અને Rs. 5300 (ઈંધણ ખર્ચ અને મેઈનટેન્સ) છે ત્યારે ઈ-લુના પ્રાઈમ કિમી દીઠ ફક્ત 10 પૈસા અને માસિક આશરે Rs. 2500 (ઈએમઆઈ અને રનિંગ ખર્ચ)ના કુલ માલિકી ખર્ચ સાથે બેજોડ કિફાયતીપણું આપે છે, જે પારંપરિક ICE મોટરસાઈકલના ખર્ચ સામે એકદમ નજીવું છે. ઈ-લુના પ્રાઈમ કાર્ગો, વેપાર કામગીરી અને યુટિલિટી સેવાઓ સહિત પ્રવાસની પાર વિવિધ જરૂરતોને પહોંચી વળતું મલ્ટી- યુટિલિટી વાહન છે, જે બહુમુખિતા સાથે પારંપરિક ICE મોટરસાઈકલો સુમેળ સાધી નહીં શકે.

આ અવસરે કાઈનેટિક ગ્રીનના સંસ્થાપક અને સીઈઓ સુલજ્જા ફિરોદિયા મોટવાનીએ જણાવ્યું હતું કે, અમને લુના પ્રાઈમ રજૂ કરવાની ખુશી છે, જે ભારતમાં પર્સનલ મોબિલિટીના ભવિષ્યમાં પરિવર્તન લાવવાની અમારી કટિબદ્ધતા આલેખિત કરે છે. અમારી લુના સિરીઝની મજબૂત સફળતા પર નિર્મિત છે, જેણે હજારો સંતુષ્ટ ગ્રાહકો પાસેથી વ્યાપક સરાહના પ્રાપ્ત કરી છે. લુના પ્રાઈમ ઈનોવેશન અને ગ્રાહકલક્ષિતાની અમારી લગનીમાં એક મોટી છલાંગ આલેખિત કરે છે.

પર્સનલ મોબિલિટીની જરૂરતોમાં અમારું વ્યાપક ગ્રાહક સંશોધન અને માઈન્ડ મેપિંગમાં એવું બહાર આવ્યું છે કે આધુનિક ઈવી ટેકનોલોજીનો લાભ લેવાની મહત્ત્વપૂર્ણ તક છે અને ઝડપથી વૃદ્ધિ પામતા પ્રવાસી મોટરસાઈકલ સેગમેન્ટ માટે ભારતનું સૌથી કિફાયતી છતાં આકાંક્ષાત્મક મોબિલિટી સમાધાન નિર્માણ કરવા માટે મહત્ત્વપૂર્ણ તક છે.

લુના પ્રાઈમ તેની ઉદ્યોગમાં અવ્વલ વિશિષ્ટતાઓ સાથે અત્યાધુનિક ઈલેક્ટ્રિક વેહિકલ ઈનોવેશન્સનો લાભ લઈને ઉત્ક્રાંતિ પામતી અને નહીં પહોંચી શકાયેલી ગ્રાહક જરૂરતોને પહોંચી વળવાની અમારી કટિબદ્ધતાનો દાખલો છે. ભારતીય મોબિલિટીના ભવિષ્ય માટે અમારો ધ્યેય આલેખિત કરે છે, જ્યાં આધુનિક ટેકનોલોજી વ્યવહારુ કિફાયતીપણાને પહોંચી વળે છે, જે સક્ષમ પરિવહન વિશ્વસનીય, ખર્ચ કિફાયતી અંગત મોબિલિટી ચાહતા દરેક ભારતીય પરિવારોને પહોંચક્ષમ બનવા માટે સક્ષમ પરિવહનની ખાતરી રાખે છે.’’

કાઈનેટિક ગ્રીનના લાસ્ટ માઈલ મોબિલિટી સેગમેન્ટના પોર્ટફોલિયોને મજબૂત બનાવવા ઉપરાંત ઈ-લુના પ્રાઈમનું લોન્ચ એવા સમયે કરાયું છે, જ્યારે કાઈનેટિક ગ્રીન દેશભરમાં 300થી વધુ ડીલરશિપના સ્થાપિત નેટવર્ક સાથે ઉત્તમ સુસજ્જ છે. ઈ-લુનાના ગયા વર્ષે લોન્ચ બાદ તેનાં લક્ષ્યનાં ક્ષેત્રોમાં સફળતાનો સિદ્ધ ટ્રેક રેકોર્ડ નોંધાવ્યો છે ત્યારે ઈ-લુના પ્રાઈમ આ સફળતા પર નિર્માણ કરાઈ છે અને શહેરી અને ગ્રામીણ બજારોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.