વલસાડની વિદ્યાર્થીની ખુશી કુશવાહા VITM બેંગ્લોર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાતમાં ક્વોન્ટમ યુગની શરુઆત: રાજ્ય-સ્તરીય વિજ્ઞાન સેમિનાર અને હેન્ડ્સ-ઓન આઉટરીચ કીટનો પ્રારંભ યુવા મનને પ્રેરણા આપે છે
Valsad, વર્ષ 2025 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી વર્ષ (IYQST 2025) તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે સમાજ, ઉદ્યોગો અને નવીનતાના ભવિષ્યને ફરીથી આકાર આપવામાં ક્વોન્ટમ વિજ્ઞાનની પરિવર્તનશીલ શક્તિની ઉજવણી કરે છે.
આ ઐતિહાસિક વૈશ્વિક પહેલમાં યુએનનાં શૈક્ષણિક સંસ્થાકીય ભાગીદાર તરીકે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટે) એ 25 સપ્ટેમ્બર 2025 ના રોજ ગાંધીનગરની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે “ક્વોન્ટમ યુગની શરૂઆત: સંભાવનાઓ અને પડકારો” થીમ પર રાજ્ય-સ્તરીય રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારનું સફળતા પુર્વક આયોજન કર્યું .
આ સેમિનાર ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં યોજાયેલી જિલ્લા સ્તરીય સ્પર્ધાઓનું અંતિમ ચરણ હતું, જેમાં ધોરણ ૮ થી ૧૦ ના કુલ 10,000 થી વધુ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રતિભાના આ ઉત્સાહી સમૂહમાંથી, 66 તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમાં 41 છોકરીઓ અને 25 છોકરાઓનો સમાવેશ થાય છે – તેમના વિચારો, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ દર્શાવવા માટે આજ રોજ યોજાયેલી રાજ્ય સ્તરીય સ્પર્ધામાં ભાદ લીધો હતો. તેમની પ્રસ્તુતિઓ ગુજરાતના વિદ્યાર્થીઓ ક્વોન્ટમ યુગના વચનો અને પડકારો સાથે કેવી રીતે જોડાઈ રહ્યા છે તે જિજ્ઞાસા અને તેમના આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
વલસાડના વાપી સ્થિત મરોઠિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ધોરણ દસની વિદ્યાર્થિની ખુશી કુશવાહાને રાજ્ય વિજેતા જાહેર કરવામાં આવી હતી અને તે ૩૦મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ VITM, બેંગ્લોર ખાતે યોજાનાર રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેણીને ૧૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ, ટ્રોફી, પ્રમાણપત્ર અને માનવથી વિજ્ઞાન કીટથી સન્માનિત કરવામાં આવી હતી.
દ્વીતીય ક્રમાંકે આમર્ષ જૈન, ધોરણ-૯, દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીધામ, કચ્છનો વિદ્યાર્થી રહ્યો હતો, જેને રૂ. ૭,૫૦૦, ટ્રોફી, પ્રમાણપત્ર અને કીટ પ્રાપ્ત થયા હતા. અને ત્રીજા ક્રમાંકે રિદ્ધિ મિસ્ત્રી, ધોરણ-૧૦ની શેઠ આરજેજે હાઇસ્કૂલ, નવસારીની વિધ્યાર્થીનીને રૂ. ૫,૦૦૦, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સમાપન સત્રમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી, IAS, ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિજેતાઓનું સન્માન કર્યું અને બધા સહભાગીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રયાસો બદલ પ્રશંસા કરી. SAC-ISROના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. શિલ્પા પંડ્યા અને વિજ્ઞાન પ્રસારના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. વી.બી. કાંબલેએ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી અને વિદ્યાર્થીઓને તેમના સમજદાર વાર્તાલાપથી પ્રેરણા આપી.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી પર હેન્ડ્સ-ઓન ડેમોન્સ્ટ્રેશન કીટનું અનાવરણ હતું, જે GUJCOST દ્વારા તેના IYQST 2025 આઉટરીચ પ્રોગ્રામના ભાગ રૂપે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. શ્રીમતી પી. ભારતી દ્વારા લોન્ચ કરાયેલ, આ કીટ શાળાઓ, શિક્ષકો અને નાગરિકો બંને માટે ક્વોન્ટમ વિજ્ઞાનની રસપ્રદ દુનિયાને સુલભ બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ છે. 34 કાળજીપૂર્વક ક્યુરેટ કરેલી પ્રવૃત્તિઓ અને પ્રદર્શનો ધરાવતી, આ કીટ ઇન્ટરેક્ટિવ, આકર્ષક શોધખોળ દ્વારા અમૂર્ત ક્વોન્ટમ ખ્યાલોને જીવનમાં લાવે છે – જટિલ વિજ્ઞાનને આનંદદાયક શિક્ષણ અનુભવોમાં પરિવર્તિત
કરે છે.
આ કાર્યક્રમમાં ડૉ. વર્ષા પારેખ, ડૉ. અમૂલ્ય કુમાર સન્યાસી (IPR), ડૉ. વૈશાલી પાઠક, ડૉ. પૂજા શર્મા, ડૉ. કુલજીત કૌર અને ડૉ. અભિષેક ગોર (PDEU) સહિત વૈજ્ઞાનિક જ્યુરીઓની એક પેનલ પણ સામેલ થઈ હતી, જેમણે વિદ્યાર્થીઓની પ્રસ્તુતિઓ (પ્રેસેન્ટેશનો)નું કુશળતા અને પ્રોત્સાહન સાથે મૂલ્યાંકન કર્યું હતું.
શ્રીમતી પી. ભારતીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે “ક્વોન્ટમ સાયન્સ હવે પ્રયોગશાળાઓ કે પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત વિષય નથી રહ્યો. તે આવતીકાલની ટેકનોલોજીના પાયા તરીકે ઉભરી રહ્યું છે, જે માનવજાત કેવી રીતે જીવશે, કાર્ય કરશે અને વિચારશે તેમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે. આવા કાર્યક્રમો દ્વારા, ગુજરાત તેના વિદ્યાર્થીઓને ક્વોન્ટમ યુગને સમજવા માટે જ નહીં પરંતુ તેનું નેતૃત્વ કરવા માટે પણ તૈયાર કરી રહ્યું છે.”
પોતાના વિચારો વ્યક્ત કરતા, GUJCOST ના સલાહકાર ડૉ. નરોત્તમ સાહૂએ અવલોકન કર્યું કે IYQST 2025 આઉટરીચ અને રાજ્ય વિજ્ઞાન સેમિનાર ગુજરાતના યુવાનોને જ્ઞાન, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસથી સશક્ત બનાવવાના વિઝનનું પ્રતિબિંબ છે જેથી તેઓ ક્વોન્ટમ યુગમાં આગળ વધી શકે.
આ સેમિનાર અને આઉટરીચ કીટના લોન્ચ સાથે, GUJCOST એ વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા, નવીનતાને અને જ્ઞાનની સીમાઓને યુવા મનની નજીક લાવવાના તેની કટિબધ્ધાતા દર્શાવે છે. ક્વોન્ટમ યુગનો ઉદય થયો છે – અને ગુજરાતના વિદ્યાર્થીઓ ભવિષ્યનો માર્ગ ઉજાગર કરવા માટે તૈયાર છે.