Western Times News

Gujarati News

ટ્રમ્પ ક્વોડ સમિટમાં હાજરી આપવા ભારતની મુલાકાતે આવી શકે

વોશિંગ્ટન, અમેરિકાના વિદેશ વિભાગના એક અધિકારીએ જણાવ્યા મુજબ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ શકે છે. બંને નેતાઓ વચ્ચે સકારાત્કમ સંબંધો છે.

આગામી ક્વોડ સમિટ આ વર્ષના અંતમાં અથવા આગામી વર્ષે યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે. ભારત આ વખતે ક્વોડ સમિટનું યજમાન રહેશે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના નેતાઓ ભારતની મુલાકાતે આવશે.

૨૦૨૪ની ક્વોડ સમિટ અમેરિકાના વિલમિંગ્ટન, ડેલવેર ખાતે યોજાઈ હતી.યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત અંગે હું રાષ્ટ્રપતિ તરફથી કોઈ જાહેરાત અગાઉથી કરવા ઈચ્છતો નથી પરંતુ મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પની ટૂંકમાં મુલાકાત થઈ શકે છે તેમ યુએસ વિદેશ વિભાગના અધિકારીએ ઉમેર્યું હતું.

ક્વોડ સમિટ માટે તારીખો નક્કી કરવાની કામગીરી ચાલી રહી છે. આ વર્ષે નહીં તો આગામી વર્ષે તેનું આયોજન કરાશે.ભારત અને અમેરિકા વચ્ચેના તાજેતરના સંવાદો ઘણા ફળદ્‌›પ રહ્યા છે અને આગામી મહિનાઓમાં પણ તેમાં સકારાત્મક પ્રગતિની આશા છે. બંને વચ્ચે વેપાર કરાર સહિત કેટલાક મતભેદો છે જેનો ટૂંકમાં ઉકેલ લવાશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.