યુક્રેનના ડ્રોન હુમલા બાદ રશિયાનો ડીઝલ, પેટ્રોલની નિકાસ પર આંશિક પ્રતિબંધ

મોસ્કો, યુક્રેને કરેલાં ભીષણ ડ્રોન હુમલાને પગલે રશિયાની ઓઈલ રિફાઈનરીઝને થયેલાં ભારે નુકસાનને પગલે રશિયાએ ચાલુ વર્ષના અંત સુધી ડીઝલ અને પેટ્રોલની નિકાસ પર આંશિક પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યાે છે.
આ નિર્ણયથી ભારતની ઓઈલની આયાત પર અસર થવાની શક્યતા છે. રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે જણાવ્યું હતું કે, ડીઝલની આયાત પર આંશિક પ્રતિબંધ ઉપરાંત પેટ્રોલની નિકાસ પરનો વર્તમાન પ્રતિબંધ પણ વર્ષના અંત સુધી લંબાવવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, યુક્રેને કરેલાં અસંખ્ય ડ્રોન હુમલાંને પગલે રશિયન ઓઈલ રિફાઈનરીઓની રિફાઈનિંગ ક્ષમતા કેટલાંક દિવસોમાં ઘટીને લગભગ ૨૦ ટકા જેટલી થઈ ગઈ છે. આ ઉપરાંત મહત્વના બંદરોએથી થતી નિકાસમાં પણ મોટો ઘટાડો થયો છે.
ઓઈલ રિફાઈનિંગની ક્ષમતામાં થયેલાં આ ઘટાડાને નહીંવત ગણાવતાં નોવાકે જણાવ્યું હતું કે, અછતને દૂર કરવા માટે સંગ્રહ કરાયેલાં પુરવઠાનો ઉપયોગ કરાઈ રહ્યો છે.SS1MS