હિન્દુ સામાજિક માળખું તોડવા નથી માગતાઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, હિન્દુ વારસા ધારા, ૧૯૫૬ની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીઓની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે હજારોથી વર્ષાેથી અસ્તિત્વમાં રહેલા હિન્દુ સામાજિક માળખુ અને તેના મૂળભૂત સિદ્ધાંતોને તોડી પાડવામાં તે સાવચેત રહેશે અને સાવધાનીપૂર્વક આગળ વધશે. ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે હજારો વર્ષાેથી અસ્તિત્વમાં રહેલા હિન્દુ સમાજના માળખાના ગૌરવને નુકસાન પહોંચાડશો નહીં.
એક કોર્ટ તરીકે અમે તમને ચેતવણી આપી રહ્યાં છીએ. એક હિન્દુ સામાજિક માળખું છે અને તમે તેને તોડી પાડશો નહીં. અમે નથી ઇચ્છતા કે અમારા ચુકાદાથી હજારો વર્ષાેથી ચાલી આવતી કોઈ પરંપરા તૂટી જાય.
સર્વાેચ્ચ અદાલતે કહ્યું હતું કે મહિલાઓના અધિકારો મહત્વપૂર્ણ છે, પરંતુ સામાજિક માળખા અને મહિલાઓને અધિકારો આપવા વચ્ચે સંતુલન હોવું જોઈએ આ પછી ખંડપીઠે વ્યાપક મુદ્દાઓને વિચારણા હેઠળ રાખીને પક્ષકારોને સમાધાન માટે સુપ્રીમ કોર્ટના મધ્યસ્થી સેન્ટરમાં રિફર કર્યા હતાં.
અરજદારોમાંથી એક વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે રજૂઆત કરી હતી કે પડકાર આવી છે તે જોગવાઈઓ મહિલાઓ સામે ભેદભાવપૂર્ણ છે. ફક્ત પરંપરાઓને કારણે મહિલાઓને સમાન વારસાના અધિકારોથી વંચિત રાખી શકાય નહીં.
કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજે આ ધારાનો બચાવ કરીને આરોપ મૂક્યો હતો કે અરજદારો સામાજિક માળખાનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સર્વાેચ્ચ અદાલત સમક્ષ હિન્દુ વારસા ધારાની કલમ ૧૫ અને ૧૬ને પડકારવામાં આવી છે. આ કલમો વસિયતનામા વગર મૃત્યુ પામેલી હિન્દુ મહિલાની મિલકતના વારસા સંબંધિત છે.
આ ધારાની કલમ ૧૫ મુજબ જ્યારે કોઈ હિન્દુ મહિલા વસિયતનામા વગર મૃત્યુ પામે છે, ત્યારે તેની મિલકત તેના પોતાના માતાપિતાની જગ્યાએ તેના પતિના વારસદારોને મળે છે.SS1MS