વિવેક ઓબેરોય, આફતાબ અને રિતેશ દેશમુખ મસ્તી કરાવશે

મુંબઈ, કેટલીક જાણીતી કલ્ટ કોમેડી ફિલ્મમાંની એક મસ્તીની ચોથી ફિલ્મ ફરી આવી રહી છે. વેવબેન્ડ પ્રોડક્શને તૈયાર કરેલી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
આ ફિલ્મ મિલાપ મિલન ઝવેરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને લખવામાં આવી છે. ફરી એક વખત રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની અને વિવેક ઓબેરોય અમર, મીત અને પ્રેમ તરીકે જોવા મળશે.
ફરી એક વખત લાફ્ટર, ફન અને કેઓસથી ભરેલી ફિલ્મ ૨૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થશે.આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસમાં શ્રેયા શર્મા, રુહી સિંઘ અને એલનાઝ નોરોઝી જોવા મળશે. આ ફિલ્મ મુંબઈ સાથે યૂકેમાં પણ શૂટ થઈ છે, ટીઝર પરથી તેના ભવ્ય સ્કેલનો અંદાજ આવે છે.
આ ફિલ્મમાં પણ દર્શકો માટે કેટલાક અન્ય કલાકારોની પણ સરપ્રાઇઝ મળશે.મિલાપ મિલન ઝવેરીએ આ ફિલ્મ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું, “”પહેલી બે મસ્તી લખવાથી લઇને આજે મસ્તી ૪ સુધી મારા માટે જાણે એક ચક્ર પૂરું થયું હોય એવી ઘટના છે.
ઇન્દ્ર કુમાર સર પાસેથી આ વારસો મેળવવા માટે હું તમનો આભારી છું. તેમની દૃષ્ટિથી જ પહેલી ફિલ્મ બની હતી. તેમની ફિલ્મે કોમેડી ફિલ્મ માટે એક ધોરણ નક્કી કર્યું હતું. હું નસીબદાર છું કે મારી પોતાની સ્ટાઇલમાં હું આ વારસાને આગળ વધારી રહ્યો છું.
અમે આ ફિલ્મની મેડનેસને હવે અલગ લેવલ પર લઇ જઇ રહ્યા છીએ. આ વખતે ડ્રામા અને કેઓસનો ઓવરડોઝ હશે. આ ટીઝર માત્ર એક એક ઝલક છે કે ફિલ્મ કેટલી મજા કરાવશે.SS1MS