કરીના- પૃથ્વીરાજ સુકુમારને ‘દાયરા’નું શૂટિંગ શરૂ કર્યું

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર અને સાઉથ એક્ટર પૃથ્વીરાજ સુકુમારને મેઘના ગુલઝારની ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘દાયરા’નું શૂટિંગ શરૂ કર્યું છે.
આ પહેલી વખત છે, જ્યારે કરીના અને પૃથ્વીરાજ ફિલ્મમાં સાથે જોવા મળશે.કરીના કપૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શૂટિંગનો એક વીડિયો શેર કરીને લખ્યું, ‘પહેલો દિવસ, ૬૮મી ફિલ્મ. અદ્ભુત મેઘના ગુલઝાર અને પૃથ્વીરાજ સાથે ‘દાયરા’. પ્રેમ અને આશીર્વાદ મોકલો.’પૃથ્વીરાજે પણ આ વીડિયો શેર કરીને લખ્યું, ‘’દાયરા’નું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે.
એક નવી વાર્તા, એક નવી સફર, જે સમાન રીતે પડકારજનક અને રોમાંચક છે. આ દુનિયામાં પ્રવેશ કરવા બદલ રોમાંચિત છું.’આ વીડિયોમાં પૃથ્વીરાજ એક પોલીસ અધિકારી તરીકે કરીનાના પાત્રની પૂછપરછ કરતો જોવા મળી રહ્યો છે.
આ સાથે જ, વીડિયોમાં પ્રખ્યાત ગીતકાર-ડિરેક્ટર ગુલઝાર (જે મેઘના ગુલઝારના પિતા છે) પણ દેખાય છે, જેઓ શૂટિંગના પહેલા દિવસે સેટ પર આવ્યા હતા.કરીના કપૂરે ગીતકાર ગુલઝાર સાથેનો ફોટો પોસ્ટ કર્યાે હતો.અગાઉ આ ફિલ્મ વિશે વાત કરતા પૃથ્વીરાજે કહ્યું હતું કે, ‘આ ફિલ્મ ઘણી લેયર્ડ (વિવિધ સ્તરોવાળી) છે અને તે દર્શકો સાથે ચોક્કસપણે કનેક્ટ થશે.
મેઘના ગુલઝારનું વિઝન, જંગલી પિક્ચર્સ અને કરીના કપૂર જેવી એક્ટ્રેસ સાથે કામ કરવાનો અનુભવ સારો રહેશે. ‘દાયરા’ એક એવી અનોખી વાર્તા છે, જે સામાજિક નિયમો, અપરાધ અને સજાની દુનિયામાં ઊંડાણપૂર્વક ઉતરે છે.’
વર્કળન્ટની વાત કરીએ તો પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ‘ન્૨ઃએમ્પુરાન’ અત્યારસુધીની સૌથી વધુ કમાણી કરનારી મલયાલમ ફિલ્મ બની છે. ઉપરાંત તે બોલિવૂડ વેબ સિરીઝ ‘સરઝમીન’માં જોવા મળ્યો હતો.SS1MS