શાહરુખ ખાન સાથે હેન્ડશેક બાદ મેં હાથ નથી ધોયા: પ્રકૃતિ મિશ્રા

મુંબઈ, બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનને તેની ફિલ્મ ‘જવાન’ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. કિંગ ખાનના ૩૩ વર્ષના કરિયરમાં આ તેનો પ્રથમ નેશનલ એવોર્ડ છે. આ ઈવેન્ટના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
ઈવેન્ટ પછી કિંગ ખાને જ્યુરી સભ્યો સાથે ફોટો પડાવ્યા, જે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.૭૧માં નેશનલ એવોર્ડની જ્યુરી મેમ્બર રહેલી અભિનેત્રી પ્રકૃતિ મિશ્રાએ ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાન સાથેના ફોટા પોસ્ટ કર્યા છે.
આ ફોટોમાં શાહરૂખ ખાન, પ્રકૃતિ અને જ્યુરી અધ્યક્ષ ફિલ્મ મેકર્સ આશુતોષ ગોવારીકર પણ છે. બોલિવૂડ કિંગ સાથે મોમેન્ટ શેર કરની પ્રકૃતિ ખૂબ જ ખુશ છે. તે ફોટામાં ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. પ્રકૃતિ સાડીમાં સ્ટનિંગ લાગી રહી છે.
પ્રકૃતિએ કેપ્શનમાં લખ્યું કે, જ્યારે મને ૭૧માં નેશનલ ફિલ્મ એવોર્ડસની સેન્ટ્રલ જ્યુરી માટે પસંદ કરવામાં આવી, ત્યારે મને ખબર નહોતી કે, હું એ ૧૧ સભ્યોની ટીમનો ભાગ બનીશ જે શાહરૂખ સરને તેના મચઅવેટેડ અને પ્રથમ નેશનલ એવોર્ડ અપાવવા માટે જવાબદાર હશે.
આ આઈકોનિક મોમેન્ટનો હિસ્સો બનીને મને ખબર પડી ગઈ કે, ‘અગર કિસી ચીજ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.’શાહરૂખની જીત પર્સનલ ફિલ થાય છે.
કારણ કે, તે દરેક ભારતીય કલાકારને સપના જોવાની, જીતવાની અને મહેનત કરવાની આશા આપે છે. થેંક્યુ શાહરૂખ સર તમારી વિનમ્રતા, મહેનત અને શાલીનતાથી અમને પ્રેરણા આપવા માટે.’પોતાની પોસ્ટના અંતે પ્રકૃતિએ મજાકમાં કહ્યું કે, ‘મેં નેશનલ એવોર્ડ ઈવેન્ટમાં શાહરૂખ ખાન સાથે હાથ મિલાવ્યા પછી હાથ જ નહોતા ધોયા.’
અભિનેત્રીએ તેને પોતાના જીવનનો સૌથી સ્પેશિયલ હેન્ડશેક ગણાવ્યું. અંતમાં પ્રકૃતિએ કિંગ ખાનને તેના પ્રથમ નેશનલ એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા. તેણે લખ્યું કે, ‘આ પેનલમાં હોવું અને તમારા હક માટે લડવું એ મારા માટે સન્માનની વાત હતી.’SS1MS