જૈન રિસોર્સ રિસાયકલિંગના IPOને અગ્રણી બ્રોકરેજ હાઉસીસ તરફથી સબ્સ્ક્રાઇબની કરવાની ભલામણ

- પબ્લિક ઇશ્યૂ બુધવાર, 24 સપ્ટેમ્બર, 2025ના રોજ ખૂલે છે અને શુક્રવાર, 26 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ થાય છે
- પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 220થી રૂ. 232ની કિંમત નક્કી કરવામાં આવી છે. આઈપીઓમાં રૂ. 500 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 750 કરોડની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે
- કંપનીએ 40 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 562.49 કરોડ એકત્રિત કર્યા છે
Mumbai, જૈન રિસોર્સ રિસાયકલિંગ લિમિટેડના આઈપીઓને આનંદ રાઠી, SBI સિક્યોરિટીઝ, બીપી ઇક્વિટીઝ અને વેન્ચ્યુરા સિક્યોરિટીઝ સહિતના અગ્રણી બ્રોકરેજ હાઉસીસ તરફથી સબ્સ્ક્રાઇબની ભલામણ મળી છે.
આનંદ રાઠી આઈપીઓ રિપોર્ટમાં જણાવાયું છે કે અપર પ્રાઇઝ બેન્ડ પર કંપનીનું મૂલ્ય નાણાંકીય વર્ષ 2025ના પીઈ પર 35.9 ગણું છે જે ઇશ્યૂ પછીના રૂ. 80,060 મિલિયનના માર્કેટ કેપિટલાઇઝેશનને દર્શાવે છે. કંપની તેની વેલ્યુ ચેઇન વધારવા તથા તેનો ગ્રાહક આધાર ડાયવર્સિફાઇ કરવા માટે કોપર કેથોડ, વાયર રોડ અને બસ્બર પ્રોડક્શનમાં પ્રવેશી રહી છે.
આ ઉપરાંત તેઓ વધી રહેલા બજાર અને ટકાઉપણાની તકોનો લાભ લેવા માટે વિશિષ્ટ રિસાયકલિંગ સેગમેન્ટ્સ જેમ કે સોલર પેનલ્સ, ઓટોમોટિવ ટાયર્સ અને કોપર-એલ્યુમિનિયમ રેડિયેટર્સમાં વિસ્તરણ કરી રહ્યા છે.
પોતાની રિસાયકલિંગની નિપુણતાનો લાભ લેતા તેમનો ઉદ્દેશ્ય નવા ડોમેનની ખોજ કરવાનો, આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ સાધવાનો અને લાંબા ગાળાની ટકાઉ વૃદ્ધિને આગળ ધપાવવાનો છે. આના આધાર પર આઈપીઓ ફુલ્લી પ્રાઇઝ્ડ છે અને લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબની ભલામણ માટે યોગ્ય છે.
એસબીઆઈ સિક્યોરિટીઝના આઈપીઓ રિપોર્ટમાં જણાવ્યું હતું કે જેઆરઆર એ ભારતમાં નોન-ફેરસ મેટલ્સના ઉત્પાદન અને રિસાયકલિંગમાં અગ્રણી છે. તે ભારતની બે રિસાયક્લિંગ કંપનીઓમાંની એક છે જેણે એલએમઈ દ્વારા તેના લીડ ઇન્ગોટને બ્રાન્ડ તરીકે રજિસ્ટર કરાવી છે. ઉદ્યોગની વિભાજિત પ્રકૃતિ છતાં, તે સીસા અને તાંબાના ભારતીય બજારમાં અનુક્રમે 8.6 ટકા/3.4 ટકાનો મજબૂત બજાર હિસ્સો ધરાવે છે.
કંપનીએ નાણાંકીય વર્ષ 22-25 દરમિયાન અનુક્રમે 53 ટકા/72 ટકા/56 ટકાના સીએજીઆર પર મજબૂત આવક/એબિટા/ચોખ્ખો નફો નોંધાવ્યો છે. રૂ. 232 ના અપર પ્રાઇઝ બેન્ડ પર કંપનીનું મૂલ્ય નાણાંકીય વર્ષ 20205ના પીઈ અને ઇવી/એબિટા અનુક્રમે 35.7 ગણું અને 22.2 ગણું છે. અમે રોકાણકારોને લાંબા ગાળા માટે કટ-ઓફ ભાવે ઇશ્યૂ માટે સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરીએ છીએ.
બીપી ઇક્વિટીઝના આઈપીઓ રિપોર્ટમાં જણાવાયું છે કે જૈન મેટલ ગ્રુપ (જેએમજી) ભારતમાં નોન-ફેરસ ધાતુઓના રિસાયક્લિંગ અને ઉત્પાદનમાં રોકાયેલી છે, જેનો મુખ્ય હેતુ નોન-ફેરસ ધાતુના ભંગારના રિસાયક્લિંગ પર છે. મેટલ રિસાયક્લિંગની જરૂરિયાત વધી રહી છે, કારણ કે આ ઉદ્યોગ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં નોંધપાત્ર ફાળો આપે છે.
ટકાઉ પ્રથાઓ તરફના પરિવર્તનને કારણે નાણાંકીય વર્ષ 2019 અને નાણાંકીય વર્ષ 2024 વચ્ચે સેકન્ડરી કોપરની માંગ 18 ટકાના સીએજીઆર પર વધી હતી. મજબૂત ઓટોમોબાઈલ ઉત્પાદન અને બાંધકામ પ્રવૃત્તિઓ દ્વારા ટેકો મળવાના લીધે તે જ સમયગાળા દરમિયાન સેકન્ડરી એલ્યુમિનિયમની માંગ 8 ટકાના સીએજીઆર પર વધી હતી, જેને જ્યારે સેકન્ડરી લીડની માંગમાં 3.8 ટકાના સીએજીઆર સાથે સ્થિર વૃદ્ધિ જોવા મળી હતી.
જેએમજી બાય-પ્રોડક્ટ્સના ક્રોસ-સુવિધા ઉપયોગને સક્ષમ કરતી તેની વ્યૂહાત્મક ફેસિલિટીઝ તથા ડાયવર્સિફાઇડ ઓપરેશનલ ક્ષમતાઓની મદદથી આ વધતી માંગને પહોંચી વળવા માટે સારી સ્થિતિમાં છે. તેની મજબૂત બજાર સ્થિતિ, મજબૂત વૈશ્વિક હાજરી અને સ્વસ્થ નાણાંકીય બાબતોને ધ્યાનમાં રાખીને જેએમજી ટકાઉ વૃદ્ધિ પૂરી પાડવા માટે સારી સ્થિતિમાં છે. તેથી અમે મધ્યમથી લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આ ઇશ્યૂ માટે “સબ્સ્ક્રાઇબ” રેટિંગની ભલામણ કરીએ છીએ.
વેન્ચ્યુરા સિક્યોરિટીઝના આઈપીઓ રિપોર્ટમાં જણાવાયું છે કે નાણાંકીય વર્ષ 2025માં જેઆરઆરએલે રૂ. 71,258 મિલિયનની આવક નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે 61 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતી માંગ અને કિંમતી ધાતુઓના રિફાઇનિંગમાં વિસ્તરણને કારણે મળી હતી છે. કંપનીએ તેની યુએઈ સ્થિત પેટાકંપની દ્વારા તેની વૈશ્વિક હાજરીને વધુ મજબૂત બનાવી હતી
અને મધ્ય પૂર્વ તથા આફ્રિકન પ્રદેશોમાં રિફાઇનિંગ અને વેપાર ક્ષમતાઓમાં વધારો કર્યો હતો. આગળ જોતાં, જેઆરઆરએલ તેના તાંબા અને એલ્યુમિનિયમ રિસાયક્લિંગ વ્યવસાયોને આગળ વધારવાનો, તેની કિંમતી ધાતુઓના રિફાઇનિંગ ક્ષમતાને વિસ્તૃત કરવાનો અને ઇવી તથા રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રોમાંથી ઉદ્ભવતી નવી તકોને ઝડપવાનો હેતુ ધરાવે છે. મજબૂત લીડરશિપ ટીમ, વૈશ્વિક સપ્લાય ચેઇન પહોંચ અને ટકાઉપણા-આધારિત બિઝનેસ મોડેલ સાથે, કંપની રિસોર્સ રિસાયક્લિંગ ઉદ્યોગમાં અગ્રણી વૈશ્વિક કંપની તરીકે ઉભરી આવવા માટે સારી સ્થિતિમાં છે.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ નીચે મુજબની કામગીરી માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે: (1) કંપની દ્વારા અંદાજિત રૂ. 375 કરોડ (રૂ. 3,750 મિલિયન)ના ચોક્કસ બાકી ઉધારના કેટલાક હિસ્સાની પૂર્વ-ચુકવણી અથવા નિર્ધારિત ચુકવણી માટે અને બાકીની રકમ (2) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને પીએલ કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.
Important Disclosure and Risk Warning- This document is for informational purposes only and does not constitute an offer, solicitation, or advice to buy or sell securities. The content is based on reports, research, and analysis published by various brokerage houses and third-party sources. By considering this information, you acknowledge that you understand the risks involved and assume full responsibility for your investment decisions.