સુદર્શન કેમિકલે અંકલેશ્વરમાં કેન્સરના નિદાન માટે મોબાઇલ મેમોગ્રાફી યુનિટ લોન્ચ કર્યું

સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ મોબાઇલ સ્ક્રીનિંગ ફેસિલિટી દ્વારા અંકલેશ્વર તાલુકાના 28 ગામોમાં હેલ્થકેર એક્સેસની પહેલને આગળ વધારી
અંકલેશ્વર, 26 સપ્ટેમ્બર, 2025 – દીપક ફાઉન્ડેશન – વડોદરા સાથેના સહયોગમાં સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગ્રામીણ અને ઉપ-શહેરી વિસ્તારોમાં સુવિધાઓથી વંચિત મહિલાઓ માટે સુલભ બને તેવી સ્તન કેન્સર તપાસ સેવાઓ પૂરી પાડવા માટે મોબાઇલ મેમોગ્રાફી યુનિટ (એમએમયુ) લોન્ચ કર્યું છે. Sudarshan Chemical launches Mobile Mammography Unit to enhance Early Cancer Detection in Ankleshwar.
આ મોબાઇલ મેમોગ્રાફી યુનિટ ગુજરાતમાં વહેલા નિદાનની સેવાઓ જ્યાં મોટાપાયે ઉપલબ્ધ નથી તેવા ગ્રામીણ વિસ્તારોમાં હેલ્થકેરની બાબતે રહેલા મહત્વના અંતરને દૂર કરે છે. આ પહેલ અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર નજીકના વ્યૂહાત્મક રીતે પસંદ કરેલા 28 ગામોમાં 35-70 વર્ષની મહિલાઓને લક્ષ્યમાં રાખે છે જેના અંતર્ગત સમુદાયની જરૂરિયાતો અને અસરના આકલનના આધારે વધારાના સ્થળોમાં વિસ્તરણ કરવાની યોજના છે.
આ લોન્ચ અંગે સુદર્શન કેમિકલના ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર અને પીપલ પ્રેક્ટિસીસના હેડ શિવાલિકા રાજેએ જણાવ્યું હતું કે હેલ્થકેરની એક્સેસ આર્થિક પરિસ્થિતિ કે કોઈ ચોક્કસ વિસ્તારથી નક્કી ન થવી જોઈએ. અમારા મોબાઇલ મેમોગ્રાફી યુનિટ દ્વારા અમે વિશ્વસ્તરની વહેલા નિદાનની સેવાઓ સીધી એ મહિલાઓ સુધી પહોંચાડીએ છીએ જેમને તેની સૌથી વધુ જરૂર છે. આ પહેલ જીવનરક્ષક તબીબી સેવાઓની પહોંચ તથા જ્ઞાન બંને સાથે સમુદાયોને સશક્ત બનાવે તેવી ટકાઉ હેલ્થ ઇકોસિસ્ટમ્સ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ લોન્ચ અંગે વધુ વિગતો આપતા સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીએસઆર, ઇએસજી અને સસ્ટેનેબિલિટીના હેડ માધુરી સાનસે જણાવ્યું હતું કે અમારા મોબાઇલ મેમોગ્રાફી યુનિટનું લોન્ચિંગ હેલ્થકેર સેવાઓ પૂરી પાડવા કરતાં પણ સવિશેષ છે. તે ગરામીણ સમુદાયની મહિલાઓના આરોગ્ય અંગે ઘણીવાર જોવા મળતી ચૂપકીદી અને કલંકને તોડવા વિશે છે.
આ મહત્વની સેવાને સીધી ગામડાંમાં લાવીને અમે વહેલા નિદાનને સક્ષમ કરી રહ્યા છીએ અને ગૌરવ તથા આત્મવિશ્વાસ સાથે તેમના આરોગ્યનો હવાલો લેવા માટે મહિલાઓને સશક્ત કરી રહ્યા છીએ. આ પહેલ અમારી એ માન્યતાને દર્શાવે છે કે કોર્પોરેટ જવાબદારી વ્યાપારી માપદંડોથી આગળ વધીને અમે જે સમુદાયોમાં સેવાઓ આપીએ છીએ ત્યાં અર્થપૂર્ણ, જીવન બદલનારી અસર ઊભી કરવા વિશે છે.
આ અત્યાધુનિક મોબાઇલ યુનિટ અદ્યતન મેમોગ્રાફી ટેકનોલોજીથી સજ્જ છે અને તેમાં મેડિકલ ઓફિસર, તાલીમ પામેલા રેડિયોગ્રાફર, નર્સ અને કાઉન્સેલર સહિત લાયકાત ધરાવતા મેડિકલ પ્રોફેશનલ્સ કાર્યરત છે. આ વ્યાપક ટીમ સ્ક્રીનિંગ પ્રક્રિયા દરમિયાન લાભાર્થીઓને આવશ્યક ભાવનાત્મક સહાય અને આરોગ્યને લગતું શિક્ષણ પ્રદાન કરશે.
સ્ક્રીનિંગ સેવાઓ ઉપરાંત, મોબાઇલ યુનિટ દરેક ગામની મુલાકાત દરમિયાન સંકલિત સ્તન આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો પણ યોજશે. આમાં સ્તન કેન્સરના જોખમ પરિબળો, પ્રારંભિક જોખમના ચિહ્નો અને રોગની આસપાસની સામાન્ય માન્યતાઓને દૂર કરવા માટે 30-મિનિટના ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક સત્રોનો સમાવેશ થાય છે. આ પહેલ ખાસ કરીને ઉચ્ચ-પ્રભાવિત વસ્તીને લક્ષ્ય બનાવે છે જેમાં જિલ્લા કચેરીઓમાં મહિલા સરકારી કર્મચારીઓ, લાભાર્થીઓ અને સમુદાય આરોગ્ય સુવિધાકર્તા તરીકે બેવડી ભૂમિકા ભજવતી આશા અને આંગણવાડી કાર્યકરો, વધુ જોખમ ધરાવતી હોવાનું મનાતી આદિવાસી પટ્ટામાં રહેતી મહિલાઓ તથા જિલ્લા આરોગ્ય ડેટા વિશ્લેષણ દ્વારા ઓછી તપાસ સુવિધા ધરાવતા વિસ્તારોનો સમાવેશ થાય છે.
પ્રારંભિક તપાસ સુલભ સારવાર માર્ગો સાથે જોડાયેલી હોવી જોઈએ તે સમજીને સુદર્શન સ્થાનિક હોસ્પિટલો સાથે સહયોગ કરશે જેથી ફોલો-અપ ડાયગ્નોસ્ટિક્સ અને સારવાર માટે સરળ રેફરલ સિસ્ટમ્સ સુનિશ્ચિત કરી શકાય. વધુમાં, પ્રોજેક્ટ સંગાથ દ્વારા સુદર્શન આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ બનાવવાની સુવિધા આપશે, જેનાથી લાભાર્થીઓ સરકારી આરોગ્યસંભાળ યોજનાઓ હેઠળ તેમની પસંદગીની હોસ્પિટલોમાં સતત સારવાર મેળવી શકશે.
મોબાઇલ વાનના લોન્ચ પછી, સુદર્શન સ્ક્રીનિંગ અપટેક રેટ, વહેલા નિદાનના પરિણામો અને સમુદાય જાગૃતિમાં કેટલો સુધારો થયો તે જાણવા માટે નિયમિત અસરનું મૂલ્યાંકન કરશે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ પહેલ ભવિષ્યના હેલ્થકેર એક્સેસ કાર્યક્રમોની માહિતી આપવા સાથે આરોગ્યના લાભો પૂરા પાડે છે.