GTU ટેનિસ સ્પર્ધામાં SVIT કોલેજ સતત પાંચમા વર્ષે વિજેતા

Anand, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આંતર ઝોનલ ટેનિસ સ્પર્ધાનું આયોજન એસવીઆઈટી વાસદ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ભાઈઓ ની સ્પર્ધા અને બીજા દિવસે બહેનોની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જીટીયુ ટેનિસ સ્પર્ધામાં ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કર્નલ અખિલ મેંઢે (૩૮ ગુજ. બટાલિયન એનસીસી વલ્લભ વિદ્યાનગર) અને અતિથિ વિશેષ તરીકે લેફ્ટિનેન્ટ કર્નલ રાહુલ (૩૮ ગુજ. બટાલિયન એનસીસી વલ્લભ વિદ્યાનગર) ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોનું હાર્દિક સ્વાગત કોલેજના આચાર્ય ડૉ. ડી. પી. સોની દ્વારા સ્મૃતિરૂપે રોપાવેલ છોડ (પ્લાન્ટ) આપી કરવામાં આવ્યું.
પ્રસંગોપાત પોતાના ઉદ્ભોદનમાં કર્નલ અખિલ મેંઢે એ રમતગમતનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, રમતગમતથી મળતી શિસ્ત, એકતા અને નેતૃત્વની ભાવના જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપશે અને સફળતા મેળવવામાં સહાયક થશે.

સમગ્ર સ્પર્ધા દરમિયાન જીટીયુ ટેનિસ ટીમનું સિલેક્શન પણ રાખવામાં આવ્યું હતું. જીટીયુ તરફથી હિરક વોરા અને મૌલિક ત્રિવેદી રેફ્રરી અને સિલેકટર તરીકે ઉપસ્થિત રહી ટીમનું સિલેક્શન કર્યું હતું.
સ્પર્ધા ની અંતે સંસ્થાના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી સંદીપભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી રાહુલભાઈ પટેલ ના વરદહસ્તે વિજેતા ખેલાડીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર સ્પર્ધાનું સંચાલન આચાર્ય ડૉ.ડી પી સોનીની સીધી દેખરેખ નીચે કોલેજના ડીપીઈ ડૉ. વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, ઉપાધ્યક્ષશ્રી શંભુભાઈ પટેલ, મંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ, ખજાનચીશ્રી કિશોરભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.