RPF જવાનની સતર્કતાથી ચાલુ ટ્રેનમાં ઉતરવા જતી મહિલા મુસાફરની જાન બચી

મહિલા મુસાફરને બચાવી રહેલા RPF અને GRP કર્મચારીઓ 25 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન નંબર 16336 નાગરકોઇલ–ગાંધીધામ એક્સપ્રેસમાં મુસાફરી કરતી 50 વર્ષીય મહિલા મુસાફર રૂબિના બાનો, નિવાસી ગુના,
મધ્ય પ્રદેશ ઉતરતી વખતે અસંતુલિત થઈને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ. પેટ્રોલિંગ પર રહેલા આરપીએફ કૉન્સ્ટેબલ બૃજેશકુમાર અને જીઆરપી હેડ કૉન્સ્ટેબલ દર્શિતભાઈએ તાત્કાલિકતા અને સાહસ દર્શાવીને મહિલાને સુરક્ષિત બહાર કાઢી. જો આ કાર્યવાહી સમયસર ન કરવામાં આવી હોત તો મહિલાને ગંભીર ઇજા થઈ શકતી હતી અને તેની જાન પણ જોખમમાં પડી શકતી હતી.
RPF દ્વારા શંકાસ્પદ વ્યક્તિ પકડાયો -શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડતો RPF સ્ટાફ
25.09.2025ના રોજ પ્લેટફોર્મ નંબર 03 પર નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ઉપ નિરીક્ષક સોનુકુમાર સૈની, કૉન્સ્ટેબલ બૃજેશકુમાર અને કૉન્સ્ટેબલ મુકેશએ એક શંકાસ્પદ વ્યક્તિને છુપવાનો પ્રયાસ કરતાં જોયો. તેની પૂછપરછ કરવામાં આવી, પરંતુ તે કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો નહીં.
તપાસ દરમિયાન તેના પાસે વિવો કંપનીનો એક મોબાઇલ ફોન મળ્યો, જેની અંદાજિત કિંમત રૂ.10,000/- જેટલી હતી. પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી કે આ મોબાઇલ ફોન કોઈ મુસાફર પાસેથી ચોરાયેલો છે. શંકાસ્પદ વ્યક્તિ ગુનો કરવાની નિયતથી સ્ટેશન પરિસરમાં છુપાયો હતો.
ઉપરોક્ત વ્યક્તિને વિધિવત કાર્યવાહી માટે જીઆરપી/અમદાવાદને સુપરત કરવામાં આવ્યો છે. આગળની તપાસ જીઆરપી દ્વારા કરવામાં આવી રહી છે.
અમદાવાદ મંડળ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આરપીએફ અને જીઆરપીના કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી સતર્કતા, સાહસ અને ત્વરિત કાર્યવાહી મુસાફરોની સુરક્ષા અને રેલવેની વિશ્વસનીયતાનું પ્રતિક છે. આ સરાહનીય પ્રયાસોને પ્રેરણાત્મક માનવામાં આવે છે અને ભવિષ્યમાં પણ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવા પ્રયત્નો સતત ચાલુ રહેશે.