Western Times News

Gujarati News

NH47 પર નારોલ-વિશાલા-સરખેજ માર્ગ પર હોટ મિક્ષ દ્વારા પેચવર્ક થકી માર્ગ મરામત કાર્ય હાથ ધરાયું

નેશનલ હાઇવે ૪૭(NH47) પર માર્ગ મરામતની કામગીરી પ્રગતિમાં

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પ્રગતિમાં

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે.

નેશનલ હાઇવે ૪૭(NH47) પર અલગ વિસ્તારોમાં વરસાદથી પ્રભાવિત તથા અન્ય કારણોસર ક્ષતિ પામેલા માર્ગો પર હોટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પ્રગતિમાં છે.

જે અંતર્ગત નેશનલ હાઇવે ૪૭ પર નારોલ-વિશાલા-સરખેજ માર્ગ પર જરૂરિયાત અનુસાર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.

અમદાવાદના નારોલ-વિશાલા-સરખેજ માર્ગ પર વિવિધ સ્થળોએ મુસાફરોની સલામતી ધ્યાને રાખતા ક્ષતિ પામેલા માર્ગો પર હોટ મિક્ષ, રોલર અને પેવર દ્વારા પેચવર્ક અને માર્ગ મરામતની કામગીરી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ૪૭ પર વરસાદથી પ્રભાવિત માર્ગોના રીપેરીંગ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદની ટીમો સતત પ્રયાસરત છે.

જેસીબી, રોલર, ડમ્પર, ગ્રેડર, ટ્રેકટર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH ૪૭ પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.