યુપીમાં પ્રેમિકાની ગોળી મારી હત્યા કર્યા પછી પ્રેમીનો પણ આપઘાત

બુલંદશહેર, ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગત સપ્તાહે ભાગેલું પ્રેમી યુગલ મૃત હાલતમાં મળી આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રેમિકાને ગોળી મારીને કથિત રીતે પ્રેમીએ પણ આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે.
પોલીસના કહેવા મુજબ બંને પાંચ દિવસથી ફરાર હતા. જેવું જ લોકેશન મળ્યું એટલે પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. બંનેને પકડવા માટે મોડી રાત્રે ઘેરાબંદી કરી હતી. આ દરમિયાન પરિવારજનો પણ ઉપસ્થિત હતા. ૧૬ વર્ષની કિશોરીના ફૂઆએ બહારથી સ્પીકર પર અવાજ કરીને કહ્યું કે, ‘‘હું સાથે છું, પોલીસ પણ છે, ડરતા નહીં. બહાર આવી જાઓ.’’
જોકે, બંને બહાર આવ્યા નહીં, એટલે પોલીસે અંદર જવાનો પ્રયાસ કર્યાે. એટલામાં ફાયરિંગનો અવાજ આવવા માંડ્યો. પોલીસે અંદર જોયું તો બંનેના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા. બંનેને કાનની પાસે ગોળી વાગી હતી.પોલીસના કહેવા મુજબ ૨૬ વર્ષીય પ્રેમી મૂળ હરિદ્વારનો અને પ્રેમિકા મુઝફ્ફરનગરની રહેવાસી હતી. પ્રેમી ૨૫ દિવસ પહેલા જ લૂંટના મામલામાં જેલમાંથી બહાર આવ્યો હતો.
પોલીસનું કહેવું છે કે યુવકે પહેલા પ્રેમિકાને ગોળી મારી અને પછી ખુદને ગોળી મારીને આપઘાત કરી લીધો.બંને બે વર્ષથી પ્રેમસંબંધ હતો. યુવક પોતાના મામાના ઘરે જ રહેતો હતો, અને તેની સામે મુઝફ્ફરનગરના છપાર પોલીસ સ્ટેશન સહિત અન્ય સ્ટેશનોમા પણ ફરિયાદ નોંધાયેલી છે.
જ્યારે ૧૬ વર્ષીય કિશોરી જિયા ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી. પડોશમાં રહેતી જિયા ઈંસ્ટાગ્રામ થકી સંપર્કમાં આવી હતી. ૨૨મી સપ્ટેમ્બરે પિતાએ પોતાની દિકરી(જિયા) ઘરથી ગાયબ હોવાની ફરિયાદ નોંધાવી હતી.SS1MS