ભારત સાથે નક્કર અને પરિણામલક્ષી વાટાઘાટો માટે પાકિસ્તાન તૈયારઃ શરીફ

યુનાઈટેડ નેશન્સ, પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે શુક્રવારે ભારત સાથે નક્કર અને પરિણામલક્ષી વાટાઘાટો માટે ફરી એક વાર તપ્તરતા દર્શાવી હતી.
તમામ પડતર મુદ્દે વાટાઘાટો મારફતે ઉકેલ લાવવાની ભલામણ કરતાં શરીફે કાશ્મીર સ્થિતિ અંગે ભારતના વલણની ટીકા પણ કરી હતી.યુએન જનરલ એસેમ્બલીના ૮૦મા સેશનમાં ચર્ચા દરમિયાન સંબોધન કરતાં શરીફે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યાે હતો. શરીફે દાવો કર્યાે હતો કે, મે મહિનામાં ચાર દિવસના સંઘર્ષ દરમિયાન ભારતના ૭ ફાઈટ જેટને નુકસાન થયુ હતું.
શરીફે ભારત સાથે તણાવ સંદર્ભે યુએનમાં કહ્યુ હતું કે, પાકિસ્તાન દરેક વિવાદને રાજદ્વારી અને સંવાદના માર્ગે ઉકેલવા માગે છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ ૨૦૦૩માં પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દ્વારા વાટાગાટો થઈ હતી અને શાંતિના માર્ગે બંને દેશ આગળ વધી રહ્યા હતા. જો કે મુંબઈ ખાતે ૨૦૦૮માં આતંકવાદી હુમલા બાદ બંને દેશના સંબંધ કથળ્યા હતા.પાકિસ્તાનની પીએમ સાથેની બેઠક પહેલા ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે એક ‘શાનદાર નેતા’ વ્હાઇટ હાઉસ આવી રહ્યાં છે.
હકીકતમાં આપણી પાસે એક મહાન નેતા આવી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન આવી રહ્યાં છે અને પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આવી રહ્યાં છે. ફિલ્ડ માર્શલ ખૂબ જ મહાન વ્યક્તિ છે અને વડાપ્રધાન પણ. અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથે પાકિસ્તાની નેતાની મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતે આ બેઠકની નોંધ લીધી છે.
આતંકવાદ જેવા મુદ્દાઓ પર પાકિસ્તાન સાથેની ભારતની ચર્ચામાં કોઈ ત્રીજા પક્ષની સામેલગીરીનો કોઇ અવકાશ નથી. ભારત હંમેશા માને છે કે આ મુદ્દો દ્વિપક્ષીય છે.SS1MS