સની લિઓની ‘કૌર વર્સીસ કોર’માં ડબલ રોલમાં જોવા મળશે

મુંબઈ, સની લિઓની ભારતીય સિનેમામાં એક ક્રાંતિકારી ફિલ્મ બનાવવા જઈ રહી છે, તેની આવનારી ફિલ્મ ‘કૌર વર્સીસ કોર’ એક એઆઈ આધારિત ફિલ્મ હોવાનો દાવો છે, જેમાં સની ડબલ રોલમાં જોવા મળશે. તેમાંથી એક રોલ એક માણસના અવતારમાં સુપરહિરોનો હશે અને બીજો રોલ એઆઈ આધારિત અવતારનો હશે.
આ અંગેના અહેવાલો અનુસાર, “આ ફિલ્મ કદાચ ભારતની પહેલી ફીચર ફિલ્મ હશે, જે સંપુર્ણપણે આટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવશે. ફ્યુચરિસ્ટિકટેન્કોલોજી સાથે ઊંડી માનવીય લાગણીઓ, સાથે નવા પ્રકારની સ્ટોરી સાથે આ ફિલ્મ ઓડિયન્સ માટે એક અલગ અનુભવ બની શકે છે.”
આ ફિલ્મ થિએટરમાં જોવામાં અલગ અનુભવ આપવાની સાથે તેની સ્ટોરી પણ જકડી રાખે તેવી હશે. એક અહેવાલ મુજબ આ ફિલ્મની સ્ક્રિપ્ટ તો સંપુર્ણપણે મનોરંજન આપનારી હશે અને તેમાં થ્રિલ અને એક્શન પણ હશે, ટેન્કોલોજી આ ફિલ્મનો મહત્વનો ભાગ રહેશે. આ ફિલ્મ ૨૦૨૬ની શરૂઆતમાં રિલીઝ થાય એવી શક્યતા છે.
આ ફિલ્મ વિનિલ વાસુ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. સની લિઓની હંમેશા એઆઈ અને તેના દુરુપયોગ વિશે વાત કરતી રહી છે, ત્યારે તે આ ફિલ્મ વિષે ઘણી ઉત્સુક છે. તે માને છે કે આ ફિલ્મ એઆઈનું મહત્વ સમજાવશે સાથે જ ઓડિયન્સને તેનાથી દુનિયાને કઈ રીતે બચાવવી અને દુરુપયોગ કેમ ટાળવો એ પણ સમજાવશે.એક ઇન્ટરવ્યુમાં સની લિઓનીએ ફિલ્મ પર એઆઈની અસર અને મનોરંજન ઇન્ડસ્ટ્રી પર તેની અસર વિશે વાત કરતાં જણાવ્યું હતું, “મને લાગે છે, જ્યારે તમારી પાસે નોલેજ હોય, તો તમે સમજી શકો છો.
આ પ્રકારની ફિલ્મ, ઇન્ડસ્ટ્રી માટે એક નવો ઉમેરો હશે. મને લાગે છે, તેના કારણે પણે વધુ નોકરીઓ પણ પુરી પાડી શકીશું. જો અનુરાગ સર અહીં બેઠા હોત તો તેમને હું મારો દૃષ્ટિકોણ સમજાવવાની કોશિશ કરત.”SS1MS